Site icon Revoi.in

ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ બાદ નીરજ ચોપરાને વધુ એક સફળતા, વૈશ્વિક રેન્કિંગમાં બીજા ક્રમાંકે પહોંચ્યો

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનારા પ્રતિભાશાળી ખેલાડી નિરજ ચોપરા માટે બીજા એક ખુશખબર છે.

હવે ટોક્યો ઓલિમ્પિકમાં દમદાર અને નોંધપાત્ર પ્રદર્શન અને ઇતિહાસ રચ્યા બાદ નીરજ ચોપરા વૈશ્વિક રેન્કિંગમાં બીજા ક્રમાંકે આવી ગયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ બીજા 14 ખેલાડીઓને પાછળ રાખીને નીરજે બીજો ક્રમાંક હાંસલ કર્યો છે.

આપને જણાવી દઇએ કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા નિરજ વૈશ્વિક રેન્કિંગમાં 16માં ક્રમાંકે હતો. એ પછી નિરજે રેન્કિંગના મામલામાં વિશ્વના ઘણા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે. નિરજ હવે વૈશ્વિક એથ્લેટિક્સ રેન્કિંગમાં 1315 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે છે. તેની આગળ જર્મનીનો જોહાંસ વેટર છે. જેના 1396 પોઇન્ટ છે. વેટર 2021માં સાત વખત 90થી વધારે મીટર ભાલો ફેંકી ચૂક્યો છે.

જોકે ટોકિયો ઓલિમ્પિકમાં તેને પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળતા મળી નહોતી. ઓલિમ્પિકમાં ભાલા ફેંકના ગોલ્ડનો દાવેદાર મનાતો વેટર પોતાના બેસ્ટ 82.52 મીટરના થ્રો સાથે નવમા સ્થાને રહ્યો હતો.

Exit mobile version