Site icon Revoi.in

UAEમાં 23 ડિસે.થી યોજાશે એશિયા કપ, BCCIએ ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: ડિસેમ્બર મહિનાની એટલે કે આ મહિનાની 23મી તારીખથી અંડર-19 એશિયા કપની શરૂઆત થઇ રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં આયોજીત શિબિર માટે 25 સભ્યોની ટીમની પણ જાહેરાત કરાઇ છે.

સંયુક્ત આરબ અમીરાતમાં 23 ડિસેમ્બરથી એશિયા કપ શરૂ થઇ રહ્યો છે. આ પહેલા ટીમ બેંગ્લોરમાં NCAમાં ભાગ લેશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ સાબિત થઇ છે.

ટીમની કમાન દિલ્હીના બેટ્સમેન યશ ધુલને સોંપવામાં આવી છે. દિનેશ બનાના અને આરાધ્યા યાદવ બે વિકેટકીપર છે. આ ટૂર્નામેન્ટમાં ભારત તેની પ્રથમ મેચ યજમાન UAE સામે 23 ડિસેમ્બરના રોજ રમશે. આ પછી ભારત તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 25 ડિસેમ્બરે મેદાનમાં ઉતરશે. 27 ડિસેમ્બરે ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સાથે થશે. લીગ સ્ટે બાદ પ્રથમ સેમિફાઇનલ 30 ડિસેમ્બરના રોજ રમાશે. 1 જાન્યુઆરીએ ફાઇનલ મેચ રમાશે.

એશિયા કપ માટેની ટીમ

યશ ધૂલ (કેપ્ટન), અંગ્રીશ રઘુવંશી, અંશ ગોસાઇ, એસ કે રશીદ, હરનૂર સિંઘ પન્નુ, અન્નેશ્વર ગૌતમ, સિદ્વાર્થ યાદવ, નિશાંત સિંધુ, દિન બાના, આરાધ્યા યાદવ, રાજનાદ બાવા, રાજવર્ધન હંગરગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિત રેડ્ડી, માનવ પારખ, અમૃત ઉપાધ્યાય, વિકી ઓસ્વાલ, વાસ વુટ્સ છે.