Site icon Revoi.in

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક ટ્વીન્સ સંતાનોનો પિતા બન્યો, સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકના ફેન્સ માટે ખુશખબર છે. દિનેશ કાર્તિક ટ્વીન્સ બાળકોનો પિતા બન્યો છે. દિનેશ કાર્તિકની પત્ની દિપીકા પલ્લીકલે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે. દિનેશ કાર્તિક સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે. બંને દીકરાના નામ પણ પાડી દીધા છે.

દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયાના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે, અમે 3માંથી 5 થઇ ગયા. મને અને દિપીકાને બે સુંદર પુત્રના આર્શિવાદ મળ્યા છે. કબીર પલ્લીકલ કાર્થિક, ઝીયાન પલ્લીકલ કાર્થિક. આનાથી વધારે ખુશીની વાત શું હોઇ શકે છે.

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના લગ્ન 2015માં થયા હતા. ભૂતકાળમાં કાર્તિક ધ હન્ડ્રેડ ઇન ઇંગ્લેન્ડમાં કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો અને લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી.

નોંધનીય છે કે, તેણે પોતાના સૂકાનીપદ દરમિયાન તામિલનાડુને ઘણા બધા ખિતાબ અપાવ્યા છે. જ્યારે IPLમાં KKRની કેપ્ટનશીપ પણ કાર્તિકે કરી હતી.

નોંધનીય છે કે, દિનેશ કાર્તિક ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. આ વિકેટકીપર બેટ્સમેને 26 ટેસ્ટમાં 1025 રન, 94 વનડેમાં 1752 રન અને 32 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 399 રન બનાવ્યા છે.

Exit mobile version