Site icon Revoi.in

નિવૃત્તિ બાદ હરભજન સિંહે BCCI પર તાક્યું નિશાન, કહ્યું – મારી કારકિર્દીમાં અનેક લોકો અવરોધરૂપ બન્યા હતા

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ગૂગલી કિંગ એવા હરભજન સિંહે થોડાક સમય પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે નવા વર્ષની શરૂઆતથી જ ક્રિકેટ જગતમાં ફરીથી ચર્ચાને જોર આપ્યું છે. હરભજન સિંહે BCCIના કેટલાક અધિકારીઓ પર નિશાન તાક્યું છે. પોતાની કારકિર્દી માટે કેટલાક લોકોને અવરોધરૂપ ગણાવ્યા છે.

ભજ્જીએ ભારતીય ક્રિકેટ બોર્ડ પર આરોપ લગાવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર હરભજન સિંહે કહ્યું હતું કે, તે સમયે BCCIના કેટલાક અધિકારીઓ નહોતા ઇચ્છતા કે મારી ટીમ ઇન્ડિયામાં વાપસી થાય. તે વખતે એમ એસ ધોની કેપ્ટન હતો અને તેણે પણ અધિકારીઓનો સપોર્ટ કર્યો હતો. જો મારી બાયોપિક ફિલ્મ અથવા વેબ સીરિઝ બને છે તો, તેમાં એક નહીં અનેક વિલન હશે.

તે ઉપરાંત તેના પર બાયોપિક ફિલ્મ કે વેબ સીરિઝ બને તેવી તેણે ઇચ્છા દર્શાવી હતી. જેથી લોકો મારા પક્ષને જોઇ શકે.  તેમણે કહ્યું કે, મારી પર બાયોપિક બનવાથી મે કારકિર્દીમાં શું કર્યું અને બાકીના લોકોએ મારે સાથે કેવું વર્તન કર્યું તે પણ જોઇ શકશે. હું નહીં કહી શકું કે મારી બાયોપિકમાં કોણ વિલન હોઇ શકે. જો કે આ બાયોપિકમાં અનેક વિલન હશે.

ભજીજીએ આડકતરી રીતે એવું પણ કહ્યું હતું કે, મારું નસીબ હંમેશા મારી સાથે રહ્યું હતું. પરંતુ કેટલાક બહારના તત્વો જ હતા જે મારા પક્ષમાં નહોતા. કહી શકાય કે તેઓ પુરી રીતે મારા વિરોધમાં હતો. જેનું કારણ હતુ કે જે રીતે હું બોલીંગ કરી રહ્યો હતો અને શાનદાર રીતે આગળ વધી રહ્યો હતો.