Site icon Revoi.in

હરભજન સિંહ ક્રિકેટમાંથી લેશે સન્યાસ, હવે ફ્રેન્ચાઇઝીમાં નિભાવશે આ ભૂમિકા

Social Share

નવી દિલ્હી: ભારતનો પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ હવે નિવૃત્તિ લેશે અને IPLની એક મોટી ફ્રેન્ચાઇઝીના સહયોગી સ્ટાફના મહત્વના સભ્ય તરીકે જોવા મળશે. ગત IPLના પ્રથમ રાઉન્ડમાં 41 વર્ષના હરભજને કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી કેટલીક મેચ રમી હતી.

હરભજન સિંહ આગામી સપ્તાહે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે. તે પછી તે કોઇ ફ્રેન્ચાઇઝીના સહયોગી સ્ટાફ તરીકે જોડાશે.

IPLના એક સૂત્રએ ગોપનીયતાની શરતે કહ્યુ કે, હરભજન, એક માર્ગદર્શક કે સલાહકાર ગ્રુપના ભાગ બને તેવી સંભાવના છે. પરંતુ તે જે ફ્રેન્ચાઇઝીની વાત કરી રહ્યો છે. તે તેના અનુભવનો ઉપયોગ કરવા ઇચ્છુક છે. તે હરાજીમાં ખેલાડીઓની પસંદગીમાં પણ સક્રિય ભૂમિકા નિભાવશે.

નોંધનીય છે કે, આઈપીએલની ગત સત્રની શોધ રહેલા વેંકટેશ અય્યરે આ પહેલા ખુલાસો કર્યો હતો કે, હરભજને કેકેઆર તરફથી પોતાની એક પણ મેચ રમ્યા પહેલા કેટલાક નેટ સેશન પછી કહ્યું હતું કે, તે લીગમાં સફળ રહેશે.