Site icon Revoi.in

ભારતના બોલરોના તરખાટ સામે દક્ષિણ આફ્રિકા પરાસ્ત, 113 રનથી ભારતનો વિજય

Social Share

નવી દિલ્હી: ભારતીય ટીમે આજે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને તેના જ ગઢમાં હરાવ્યું છે. સેન્ચ્યુરિયન દક્ષિણ આફ્રિકા ટીમ માટે ગઢ માનવામાં આવે છે. જ્યાં પિચથી લઇને તમામ પ્રકારનો માહોલ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં રહેતો હોય છે. અહીં ભારતીય ટીમે પ્રથમવાર ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. ખાસ કરીને આ મેચમાં બુમરાહ, સિરાજ અને શામી જેવા ઘાતક બોલરોએ તરખાટ મચાવતા ભારતીય ટીમે આ જીત મેળવી છે.

ટેસ્ટના ચોથા દિવસની વાત કરીએ તો ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને 305 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જો કે સ્ટંમ્પ સુધી ચાર વિકેટ ઝડપી લીધી હતી. 5માં દિવસના લંચ સુધી બાકીની છ વિકેટ ઝડપીને વિરાટ કોહલીની સનાએ સાઉથ આફ્રિકાને ઘરઆંગણે જ પરાસ્ત કર્યું હતું. ભારતે આ મેચમાં 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 191 રન બનાવીને પેવેલિયન ભેગી થઇ હતી અને હારી ગઇ હતી.

આ વિજય સાથે હવે વિરાટની સેનાએ 3 મેચની સીરિઝમાં 1-0થી બઢત મેળવી લીધી છે. ચોથી ઇનિંગમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે 77 રન બનાવ્યાં હતા જે સૌથી વધારે છે. ભારત વતી શમી અને બુમરાહે 3-3 વિકેટ ખેરવીને તરખાટ મચાવ્યો હતો. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને પણ બે-બે વિકેટ ઝડપી હતી.

11 વર્ષ બાદ સાઉથ આફ્રિકાની ધરતી પર જીત

નોંધનીય છે કે, ભારતે 11 વર્ષ બાદ સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં વિજય હાંસલ કર્યો છે. અગાઉ 9 વિદેશી ટીમે લગભગ એક વાર અહીંયા ટેસ્ટ મેચ રમી છે પરંતુ તેમાંથી માત્ર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આ અભેદ કિલ્લો સર કરવામાં સફળ રહી હતી. હવે ટીમ ઇન્ડિયાએ મોટી સિદ્વિ હાંસલ કરી છે અને 11 વર્ષ બાદ ટેસ્ટ જીતી શકવામાં સફળ રહી છે.