Site icon Revoi.in

IPL ચાહકો માટે ખુશખબર, આ તારીખથી શરૂ થશે IPL 2022, 74 મેચો સાથે 10 ટીમ ધમાલ મચાવશે

Social Share

નવી દિલ્હી: IPL ટૂર્નામેન્ટના ચાહકો માટે ખુશખબર છે. હવે તેઓની આતુરતાનો અંત આવ્યો છે. IPL 2022નો કાર્યક્રમ સામે આવ્યો છે. BCCI સૂત્રો અનુસાર આગામી આઇપીએલ 2022 2 એપ્રિલ 2022થી શરૂ થાય તેવી સંભાવના છે. IPL 2022માં 10 ટીમો ભાગ લેશે અને કુલ 74 મેચ રમાશે.

IPL 2022 60 દિવસ કરતાં પણ વધુ દિવસ સુધી ચાલશે. જૂનના પહેલા સપ્તાહમાં ફાઇનલ મેચ કરાવવાની વાત થઇ રહી છે. જેની સંભવિત તારીખ 4 કે 5 જૂન છે. આ દરમિયાન તમામ ટીમો 14-14 મેચ રમશે. જેમાંથી 7 મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર અને 7 મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમશે.

BCCIએ જો કે સત્તાવાર રીતે શિડ્યૂલ જાહેર નથી કર્યું. આ વખતે સમગ્ર સીઝનનું આયોજન ભારતમાં જ થવાનું હોવાથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BCCIના સચિવ જય શાહ પણ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, IPL 2022ની સમગ્ર સીઝન ભારતમાં જ રમાશે.

IPL 2022ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવવાની સંભાવના છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ મહેન્દ્રસિંહ ધોનની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઈનલમાં હરાવીને ખિતાબ પર કબજો કર્યો હતો.

આપને જણાવી દઇએ કે, ભારતમાં કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી IPLનું આયોજન ભારતને બદલે UAEમાં થઇ રહ્યું છે. IPL 2020ની સમગ્ર સીઝન કોવિડના કારણે યુએઇમાં થઇ હતી.