Site icon Revoi.in

સતત ખેલાડીઓ સંક્રમિત થતા અંતે BCCIએ IPL 2021 રદ કરી

Social Share

નવી દિલ્હી: IPL ટૂર્નામેન્ટના અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ને રદ કરી દીધી છે. કોરોના વાયરસના સતત વધતા કેસ બાદ આ નિર્ણય લેવાયો છે. વધતા કેસને જોતા ભારતીય તેમજ વિદેશી ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી હટવાનું વિચારી રહ્યા હતા.

આપને જણાવી દઇએ કે સોમવારે પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થનારી મેચને કોરોનાના કેસને પગલે ટાળવામાં આવી હતી. કોલકાતાની ટીમના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ મેચ રદ કરાઇ હતી.

IPL ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો અનુસાર મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્વિમાન સાહા પણ કોરોના સંક્રમિત થતા અંતે BCCIએ ટૂર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લીધો હતો. BCCIના અનેક ખેલાડી તેમજ ફ્રેન્ચાઇઝીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

CSKના ત્રણ ખેલાડીઓ કોવિડ પોઝિટિવ

આપને જણાવી દઇએ કે ચેન્નાઇ સુપર કિંગ્સના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વનાથન, લક્ષ્મીપતિ બાલાજી અને એક બસનો ક્લીનર સામેલ છે.

નોંધનીય છે કે, અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલા જ કોરોના વાયરસના વધતા કેસના પગલે પોતાના દેશ પાછા ફર્યા હતા. જેમાં એડમ જંપા, એ્ડ્રુ ટાય, અને કેન રિચર્ડસન સામેલ હતા. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને પણ બાયો બબલના થાકથી કંટાળીને ઈંગ્લેન્ડ પાછા ફરવાનું નક્કી કર્યું હતું.

(સંકેત)