Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સની સોફ્ટબૉલ સાથે શરૂઆત, યજમાન જાપાનની પ્રથમ જીત

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને કારણે એક વર્ષના વિલંબ બાદ હવે ટોક્યો ઓલિમ્પિક 2020નો આગાઝ થયો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં 32મી ઓલિમ્પિકની શરૂઆત બુધવારે મહિલાઓની સૉફ્ટબોલ ઇવેન્ટથી થઇ જ્યાં પહેલો મુકાબલો યજમાન જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયો હતો.

આપને જણાવી દઇએ કે વર્ષ 2008ના બીજિંગ ઓલિમ્પિક બાદ પ્રથમવાર આ રમત ઓલિમ્પિકમાં પાછી આવી. વર્ષ 2008માં જાપાને આ રમતમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું અને ફરી એકવાર દબદબો બતાવાના પ્રયાસ સાથે રમતની શરૂઆત થઇ.

આમ તો ઓલિમ્પિકની વિધિવત શરુઆત 23 જુલાઇએ થવાની છે પણ એ જાણીને થોડુ આશ્ચર્ય લાગશે પણ દરેક ઓલિમ્પિકમાં કેટલીક રમતોની શરુઆત ઉદ્ઘાટન પહેલા જ થઇ જાય છે. 23 જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક  2020નું ઉદ્ધાટન છે પરંતુ તે પહેલા ફુકુશિમામાં સોફ્ટબૉલ ઇવેન્ટ શરુ થઇ ગઇ . એ સિવાય ફુટબૉલ અને બેસબૉલ મેચની શરુઆત આજે જ થઇ જશે. બેસબૉલને પણ આ વખતે રમતમાં સામેલ કરવામાં આવ્યુ છે.

વાયરસના સંક્રમણના ડરથી દર્શકો વગર શરુ થયેલી રમતમાં મેજબાન જાપાને ઑસ્ટ્રેલિયાને 8-1થી હરાવીને જીત સાથે શરુઆત કરી.

નોંધનીય છે કે, 23 જુલાઇએ ટોક્યોના મુખ્ય ઓલિમ્પિક સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ થશે. જ્યા તમામ દેશોના દળ પરેડ કરશે અને રમતની વિધિવત શરુઆત થશે. 8 ઑગષ્ટ સુધી ચાલનારી આ રમતમાં દરેક વખતે 205 દેશોના 11,000થી વધારે એથ્લીટ ભાગ લઇ રહ્યા છે.