Site icon Revoi.in

તો રાહુલ દ્રવિડ બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા કોચ, આ પદ માટે કરી અરજી

Social Share

નવી દિલ્હી: અત્યારે UAEમાં ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે ત્યારે હવે આ ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમને નવા કોચ મળવા જઇ રહ્યાં છે. નવા કોચના પદ માટે ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડે પણ અરજી કરી છે. T-20 વર્લ્ડકપ 2021 બાદ ટીમના વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે અને માટે આ માટે નવા પદની જગ્યા ખાલી છે.

ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માટે અનેક નામો હતો અને તેમાં રાહુલ દ્રવિડનું પણ નામ હતું. જો કે રાહુલ દ્રવિડ આ પદ માટે તૈયાર ન હતા. જો કે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેમને મનાવી લીધા હતા. આપને જણાવી દઇએ કે હાલમાં જ રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયા સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. જ્યાં તેણે મુખ્ય કોચની જવાબદારી નિભાવી હતી. તેના કોચિંગ હેઠળ જ ભારતીય ટીમે શ્રીલંકાને વનડે સિરિઝમાં મ્હાત આપી હતી.

બહોળો અનુભવ

ક્રિકેટના ફિલ્ડમાં રાહુલ દ્રવિડ બહોળો અનુભવ ધરાવે છે. ભારતના અનેક જુનિયર ખેલાડીઓ સાથે પણ રાહુલ દ્રવિડ કામ કરી ચૂક્યો છે. તેણે અંડર-19 ટીમ માટે વર્લ્ડ કપ જીત્યો છે અને ઇન્ડિયા Aમાં ખેલાડીઓ માટે ઘણું કામ કર્યું છે.

નોંધનીય છે કે, ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે. રાત્રાએ 6 ટેસ્ટ અને 12 વનડે સિવાય 99 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.