Site icon Revoi.in

Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ જીત્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાની આશા અધુરી રહી છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયા ઇતિહાસ રચવાનો ચૂકી ગયો છે. રવિ દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક સમિતિના રેસલર યૂગુઇવ ઝાવુરી સામે પરાજય થયો છે. આ પરાજય છતાં રવિ દહિયા સિલ્વર મેડલ કબજે કરવામાં સફળ રહ્યો છે. આ સાથે હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પાંચ મેડલ મળ્યા છે.

આપને જણાવી દઇએ કે રવિ કુમાર દહિયાએ પ્રથમ વખત જ ઓલિમ્પિકમાં ભાગ લીધો અને મેડલ સાથે પરત ફરી રહ્યો છે. ભલે રવિ દહિયા ગોલ્ડ ના જીતી શક્યો હોય પરંતુ તેણે કુશ્તીમાં સુશીલ કુમારના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. વર્ષ 2008 ઓલિમ્પિક બાદ ભારત રેસલિંગમાં સતત મેડલ જીતી રહ્યું છે. રવિ દહિયાએ કુશ્તીમાં બીજો સિલ્વર મેડલ જીત્યો છે.

પ્રથમ રાઉન્ડઃ આરઓસીના ઝાવુર ઉગુએવે પ્રથમ રાઉન્ડમાં બે પોઈન્ટ હાસિલ કર્યા અને રવિ પર 2-0થી લીડ બનાવી હતી. ત્યારબાદ રવિએ વાપસી કરતા વિરોધી પાસેથી બે પોઈન્ટ મેળવી સ્કોર બરોબર કર્યો હતો.

મહત્વનું છે કે, રેસલિંગની ઇવેન્ટમાં ભારતને ઓલિમ્પિકમાં અત્યાર સુધી 5 મેડલ મળ્યા છે. જેમાં એક સિલ્વર અને બ્રોન્ઝ છે. આ સાથે રવિ કુમાર ગોલ્ડ જીતી ભારતનો પ્રથમ રેસલર બની શકે છે. આ પહેલા કેડી જાધવ, સુશીલ કુમાર,  યોગેશ્વર દત્ત, સાક્ષી મલિક ભારત માટે રેસલિંગ ઇવેન્ટમાં મેડલ જીતી ચુક્યા છે. રેસલિંગમાં રવિ કુમાર દહિયાએ ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો છે.