Site icon Revoi.in

ભારતમાં આ વર્ષે T-20 વર્લ્ડકપનું આયોજન કરવું પડકારજનક: માઇકલ હસી

Social Share

નવી દિલ્હી: ભારત હાલમાં જ્યારે કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન કરવું સરળ નથી તેવું ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ હસીએ કહ્યું હતું. માઇકલ હસીએ કહ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા લાગતું નથી કે આ વર્ષે ભારતમાં ટી-20 વિશ્વકપનું આયોજન શક્ય છે. આપને જણાવી દઇએ કે ટી-20 વિશ્વકપનું આયોજન ઑક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે.

IPL 2021 માટે માઇકલ હસી ભારતમાં હતો. હવે તે ઓસ્ટ્રેલિયા પરત પહોંચી ગયો છે. માઇકલ હસી આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સનો બેટિંગ કોચ છે. મેના પ્રથમ સપ્તાહમાં IPL મોકૂફ રખાયા બાદ હસી કોરોનાથી સંક્રમિત હતો.

આ વર્ષે ભારતમાં ટી-20 વિશ્વકપના આયોજનને લઇને માઇકલ હસીને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે – મને લાગે છે કે ભારતમાં ટી-20 વિશ્વકપનું આયોજન કરવું પડકારજનક છે. આપણે IPLની 8 ટીમોને જોઇ. મારો મત છે કે વિશ્વકપમાં તેનાથી વધુ ટીમ હશે. જો તે અલગ અલગ શહેરમાં રમશે તો સંક્રમણનો ખતરો વધુ રહેશે.

ભારતની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ટી-20 વિશ્વકપ યૂએઇ અથવા અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવે તે હિતાવહ છે તેવું માઇકલ હસીએ કહ્યું હતું.

હસીએ કહ્યુ- મને લાગે છે કે બીસીસીઆઈએ જલદીથી કોઈ પ્લાન બનાવવો પડશે. લગભગ આઈપીએલને યૂએઈ કે કોઈ અન્ય દેશ ટી20 વિશ્વકપમાં શિફ્ટ કરવો પડશે.