Site icon Revoi.in

વિશ્વ ફલક પર ફરી ગુજરાત થયું ગૌરવાન્તિત, ગુજરાતની આ દીકરીએ બેડમિન્ટનમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફરીથી એક ગુજરાતીએ ડંકો વગાડ્યો છે. ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે સમગ્ર વિશ્વમાં દેશ સહિત ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

આપને જણાવી દઇએ કે તસનીમ મીર મહેસાણાના એક પોલીસકર્મીની પુત્રી છે. સિંધુ અને સાઇના પણ જે સિદ્વિ હાંસલ ના કરી શક્યા એ કામ તસનીમ મીરે ભારત માટે કરી બતાવ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તરફથી અંડર 19 માટે રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તસનીમ 10,810 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર હતી. તસનીમે વર્ષ 2017માં ફુલેલા ગોપીચંદ એકેડમીથી તાલિમની શરૂઆત કરી હતી.

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા વર્ષ 2011માં જૂનિયર રેન્કિંગ આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેને કારણે સાઇના તેમાં સામેલ નથી થઇ શકી. સિધુ જૂનિયર શ્રેણીમાં વર્લ્ડ નંબર 2 સુધી પહોંચવામાં સફળ રહી હતી. હવે તસનીમે નંબર 1 બનીને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.