Site icon Revoi.in

IPLમાંથી ચીની કંપની વિવોને હવે ‘ટાટા’, ટાટા ગ્રૂપ બનશે નવા ટાઇટલ સ્પોન્સર

Social Share

નવી દિલ્હી: IPLમાંથી ચીની કંપની વિવોને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. વર્ષ 2023થી IPLના ટાઇટલ સ્પોન્સર તરીકે ચીની કંપની વિવોને બદલે તાતા ગ્રૂપની પસંદગી કરાઇ છે.

મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલે વર્ષ 2023થી IPLના નવા ટાઇટલ સ્પોન્સર તરીકે તાતા ગ્રૂપની પસંદગી કરી છે. હાલની ટાઇટલ સ્પોન્સર વિવોનો કોન્ટ્રાક્ટ 2022માં પૂરો થવા જઇ રહ્યો છે.

હવે વર્ષ 2023થી તાતા ટાઇટલ સ્પોન્સરની કમાન સંભાળશે. એટલે કે વર્ષ 2023થી આ ટૂર્નામેન્ટ હવે તાતા આઇપીએલ તરીકે ઓળખાશે. ચીનની કંપની વિવો 2022 સુધી જ સ્પોન્સરશિપ પર રહેશે. IPL ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારે મળેલ બેઠકમાં તાતાને IPLના ટાઇટલ સ્પોન્સર બનાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં અમદાવાદની ટીમ ખરીદનારા CVC ગ્રૂપને પણ લેટર ઑફ ઇન્ટેન્ટ અપાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં IPL ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો વિવોએ ખરીદ્યા હતા. આ માટે કંપનીને દર વર્ષે BCCIને 440 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. વીવોનો કોન્ટ્રાક્ટ 2022 સુધી ગયો હતો. ગત વર્ષે ભારત-ચીન વિવાદને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શન થવાને કારણે વિવોને એક વર્ષ માટે વિરામ લેવો પડ્યો હતો. ટાઇટલ સ્પોન્સર તરીકે વિવોનું આ વર્ષ છેલ્લું રહેશે.