Site icon Revoi.in

Tokyo Olympics: ભારતની દીપિકા કુમારી મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં 9માં ક્રમાંકે

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકની આજથી શરૂઆત થઇ ચૂકી છે. આજે સાંજે 4.30 વાગ્યાની આસપાસ ટોક્યો ઓલિમ્પિકની ઑપનિંગ સેરેમની થવાની છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આ સેરેમનીમાં ભારતના 18 ખેલાડીઓ જ સામેલ થશે. આજે તીરંદાજીનો રેન્કિંગ મુકાબલો થયો જેમાં ભારતની દીપિકા કુમારી 9માં ક્રમાંકે રહી હતી. હવે રાઉન્ડ ઑફ 64માં ભૂટાનની કરમા સામે તેનો મુકાબલો થશે.

આપને જણાવી દઇએ કે 12 સેટ પૂર્ણ થયા બાદ તીરંદાજોને 1 થી 64 સુધીની રેન્કિંગ મળે છે. ત્યારબાદ ટોપ રેન્કવાળાનો 64માં રેન્કવાળા સાથે મુકાબલો થશે. એ જ રીતે બીજા રેન્કવાળાનો 63માં સ્થાનવાળા ખેલાડી સાથે મુકાબલો થશે. હવી દીપિકા કુમારી 9માં નંબર પર છે એટલે રાઉન્ડ ઑફ 64માં ભૂટાનની કરમા સાથે તેનો મુકાબલો થશે.

રેન્કિંગ રાઉન્ડને જોતા આ દીપિકાના પહેલા મુકાબલા કરતા સારું પ્રદર્શન છે. રિયો ઓલિમ્પિક 2016માં તે રેન્કિંગ રાઉન્ડમાં 20માં નંબરે હતી. રેન્કિંગ રાઉન્ડમાં પહેલા ત્રણ પોઝિશન પર કોરિયા રહ્યું. આન સાન (680) પહેલા નંબરે, જંગ મિન્હી (677) બીજા નંબરે અને કાંગ ઝી (675) ત્રીજા નંબરે આવી.

સેકન્ડ હાફમાં પહેલા સેટમાં 55, બીજા સેટમાં 53, ત્રીજા સેટમાં 56, ચોથા સેટમાં 58, પાંચમા સેટમાં 53 અને છઠ્ઠા તથા છેલ્લા સેટમાં 54.

રેંકિંગ રાઉન્ડમાં તીરંદાજી 70 મીટરની દૂરીથી 72 તીરંદાજો નિશાન લગાવી રહ્યા હતા. દીપિકા કુમારને ટાર્ગેટ 47એ મળ્યું હતું. તેની પ્રતિસ્પર્ધી કેંગ ચેયંગ (કોરિયા) વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. કહેવાય છે કે તે પોતાનો પહેલો ગોલ્ડ જીતી શકે છે.

ભારતના 119 એથલિટ અલગ અલગ ખેલોમાં ભાગ લેશે. ઓલિમ્પિકમાં આ ભારતનું સૌથી મોટું દળ છે. જેમાં 67 પુરુષો અને 52 મહિલાઓ છે.

Exit mobile version