Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય ખેલાડીએ ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. AFI એ પોતાના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે પેડેસ્ટ્રીયન એથલેટ કેટી ઇરફાન અને ભાવના જાટનો ફિટનેસ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી શ્રીશંકર 21 જુલાઇએ પોતાની ફિટનેસ સાબિત કરશે. ફિટનેસ પાસ કરવા બાદ જ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે.

આ સંદર્ભે AFIના અધ્યક્ષ આદિલ સુમરીવાલાએ કહ્યું હતું કે, અમે અનફીટ એથલેટને ઓલિમ્પિક લઇ જઇ શકતા નથી. અમારે એ જોવું પડશે કે એથલેટ એ ક્યારે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યું અને તેઓ ઇજામુક્ત અને ઓલિમ્પિક માટે ફિટ છે. આ એક ફિટનેસ પરીક્ષણ છે અને અમે કોઇપણ રીતે ક્વોલિફિકેશન માપદંડોની પરખ નથી કરી રહ્યા.

ઇરફાન ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર ટ્રેક અને ફિલ્ડના પ્રથમ એથલેટ હતો. તેણે માર્ચ 2019 માં માં જાપાનના નોમીમાં એશિયાઇ વોકિંગ રેસ ચેમ્પિયનશીપ દરમ્યાન ક્વોલિફાઇ કર્યુ હતું. તેની અંતિમ ટૂર્નામેન્ટ રાંચીમાં રાષ્ટ્રીય વોકિંગ રેસ ચેમ્પિયનશીપ હતી. જેમાં તેણે રેસ પુરી કરી હતી

ભાવના જાટ એ કોરોના મહામારી શરુ થવાના પહેલા નેશનલ વોકિંગ રેસ ચેમ્પિયનશીપ 2020 માં ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું. તે આ વર્ષે માર્ચ મહિનામાં રાંચીમાં યોજાયેલ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ દરમ્યાન પ્રિયંકા ગોસ્વામી બાદ બીજા સ્થાન પર રહી હતી.

નોંધનીય છે કે, એએફઆઇ એ 23 જુલાઇથી શરુ થનાર ઓલિમ્પિક માટે 26 સભ્યોની ટીમને પસંદ કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં એથલેટિક્સની સ્પર્ધાઓ 30 જૂલાઇ થી શરુ થશે. ભારતીય એથલેટો આ મહિનાના અંતિમ સપ્તાહમાં ટોક્યો જવા રવાના થવાની સંભાવના છે.