Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકના ઉદ્વાટન સમારોહમાં મર્યાદિત ભારતીય ખેલાડીઓ લેશે ભાગ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: શુક્રવારના રોજ ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ઓલિમ્પિક્સના ઉદ્વાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓની ભાગીદારી ઓછી રાખવામાં આવશે અને દળના માત્ર છ અધિકારીઓને જ આમાં ભાગ લેવાની સ્વીકૃતી મળી છે. ભારતના મિશન ઉપપ્રમુખ પ્રેમ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, જે ખેલાડીઓને પછીના દિવસે સ્પર્ધામાં ભાગ લેવાનો છે તેમને ઉદ્વાટન સમારોહમાં ભાગ ના લેવાની સલાહ અપાઇ છે.

આ અંગે ભારતીય ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજવ મહેતાએ જણાવ્યું હતું કે, સંક્રમણને જોતા ખેલાડીઓને ઉદ્વાટન સમારોહમાં રાખવામાં નહીં આવે. આપણે ઓછા ખેલાડીઓને ઉતારવાની કોશિશ કરીશું. દળના પ્રમુખ અને ઉપ પ્રમુખ ખેલાડીઓની સંખ્યા પર નિર્ણય લેશે.

રમતમાં ભારતના 120 થી વધારે ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જ્યારે ભારતીય દળમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સભ્યો સામેલ છે. વર્માએ મિશન પ્રમુખની બેઠક બાદ અધિકારીઓના નામ પર ખુલાસો નથી કર્યો જે આમાં સામેલ થશે. સમારોહમાં છ (પ્રત્યેક દેશમાંથી) અધિકારીઓને ભાગ લેવાની સ્વીકૃતિ આપવામાં આવશે. જો કે ખેલાડીઓ પર કોઇ સીમા નહીં હોય.

જે ખેલાડીઓને પછીના દિવસે પ્રતિયોગિતા છે તેમને સલાહ આપી છે કે, તેઓ સમારોહમાં ભાગ ન લે અને પોતાની રમત પર ધ્યાન આપે. સમારોહ અડધી રાત સુધી ચાલવાનો છે માટે સારુ રહેશે કે તેઓ પછીના દિવસે થનારી પ્રતિયોગિતા માટે આરામ કરે.

ભારતે ઉદ્ધાટન સમારોહ માટે પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને છ વારની વિશ્વ ચેમ્પિયન મહિલા મુક્કેબાજ મેરીકોમને ધ્વજાવાહક બનાવાયા છે. મેરીકોમને પછીના દિવસે રમતમાં ભાગ લેવાનો નથી.