Site icon Revoi.in

અટકળોનો અંત, વિરાટ કોહલીએ ટી 20ની કેપ્ટનશિપ છોડી, સોશિયલ મીડિયા પર જાણકારી આપી

Social Share

નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલીએ ટી 20 ક્રિકેટમાંથી સુકાનીપદ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. હવે દુબઇમાં રમાનાર ICC ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી ટી 20 ટીમનો કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ પોતાના નિર્ણય અંગે કહ્યું હતું કે, મેં કોચ રવિ શાસ્ત્રી તેમજ રોહિત શર્મા સાથે પણ વાત કરી છે. વિરાટે પોતાના નિર્ણય અંગે BCCIને પણ જણાવી દીધું છે.

આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી કોહલીના કેપ્ટનશિપ છોડવાને લઇને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ BCCIના અધિકારીઓએ આ રિપોર્ટો ફગાવી દીધા હતા. દાવો પણ કરવામાં આવી રહ્યો હતો કે કોહલી ટી 20 વિશ્વકપ બાદ ટી 20 ક્રિકેટમાં ટીમની કમાન છોડી દેશે. તેના સ્થાને રોહિત શર્મા નવો કેપ્ટન બની શકે છે. હવે વિરાટ કોહલીએ સત્તાવાર જાહેરાત કરીને સુકાનીપદ છોડ્યું છે.

Exit mobile version