Site icon Revoi.in

IPL-14ની સિઝનમાં રમવા માટે શ્રીસંતે તૈયારી દર્શાવી, ઓક્શન માટે નામ નોંધાવ્યું

Social Share

દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 14મી સીઝન રોમાંચથી ભરપૂર રહેવાની છે. જેમાં આઠની જગ્યાએ 10 ટીમ ભાગ લેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ ગયા મહિને બે નવી ટીમ અમદાવાદ અને લખનૌની ટીમની જાહેર કરી હતી. હવે આગામી સીઝન પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 30મી નવેમ્બર સુધી આઠ જુની ટીમો રિટન કરેલા ખેલાડીઓનું લિસ્ટ સોંપશે. આઈપીએલમાં રમવાની ઈચ્છા માત્ર ભારતના જ નહીં વિદેશી ખેલાડીઓ રાખે છે. પૂર્વ ભારતીય બોલસ એસ.શ્રીસંતનું સ્વપ્ન ફરી એકવાર આઈપીએલમાં રમવાનું છે. જેથી તેમણે આઈપીએલ 2022ની નીલામીમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે.

શ્રીસંત મેદાનમાં પરત ફર્યા બાદ આઈપીએલની 14મી સીઝન માટે થનારી નીલામીમાં પોતાનું નામ સામેલ કરાવ્યું છે. જો કે, કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ તેમને શોર્ટલિસ્ટ નથી કર્યાં કેરલના 38 વર્ષીય આ ખેલાડીએ પોતાની ન્યૂનતમ કિંમત 75 લાખ રાખી છે. આઈપીએલ 2013માં કથિત સ્પોટ ફિક્સિંગને પગલે શ્રીસંત ઉપર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે, ગયા વર્ષે બીસીસીઆઈના લોકપાલએ આ પ્રતિબંધ હટાવીને સાત વર્ષ કરી દીધા છે. જે બાદ શ્રીસંત કેરલ ક્રિકેટમાં પરત ફર્યાં હતા. આ વર્ષની શરૂઆતમાં શ્રીસંતએ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં કેરલની ટીમ વતી રમતા જોવા મળ્યાં હતા. વિજય હજારે 2020-21માં શ્રીસંતએ સારુ પ્રદર્શન કરીને છ મેચમાં 13 વિકેટ પોતાના નામે કરી હતી. એસ.શ્રીસંત 2007ના ટી-20 અને 2011ની વન-ડે વિશ્ર કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહી ચુક્યાં છે. શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 વન-ડે અને 10 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યાં છે.