Site icon Revoi.in

ભારત આગામી દિવસોમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનને રસી મોકલાવશે

Social Share

દિલ્હીઃ ભારતમાં હાલ કોરોના રસીકરણનું મહાઅભિઆન ચાલી રહ્યું છે. તેમજ દુનિયાના મોટાભાગના દેશની નજર ભારતની કોરોના રસી ઉપર છે. બીજી તરફ ભારતે પડોશી ધર્મ નિભાવીને નેપાળ અને ભૂતાન જેવા દેશોને કોરોનાની રસી મોકલી આપી છે. તેમજ આગામી દિવસોમાં શ્રીલંકા અને અફનિસ્તાન પણ કોરોનાની રસી મોકલવામાં આવશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કરાર હેઠળ સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, મોરોક્કો, બાંગ્લાદેશ અને મ્યાનમારને ભારત દ્વારા રસી સપ્લાય કરી છે. ભારતે કોવિશિલ્ડ રસીનો દોઢ લાખનો જથ્થો ભૂટાન અને એક લાખ ડોઝ માલદીવને સહાય રૂપે મોકલ્યો હતો. કોવશિલ્ડ રસીના 20 લાખ ડોઝ બાંગ્લાદેશ અને 10 લાખ ડોઝ નેપાળને મોકલવામાં આવ્યાં છે. તેમજ ઘરેલુ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત આગામી દિવસોમાં તબક્કાવાર રીતે તેના ભાગીદાર દેશોમાં કોવિડ-19 રસીઓ સપ્લાય કરવાનું ચાલુ રાખશે. નિયામક મંજૂરીની પુષ્ટિ થયા પછી શ્રીલંકા અને અફઘાનિસ્તાનમાં પણ રસી પૂરી પાડવામાં આવશે.

પડોશી દેશ પાકિસ્તાનને કોરોનાની રસી અપાશે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમને સરકારના સ્તરે અથવા વેપારી ધોરણે રસીના સપ્લાય માટે પાકિસ્તાનને મોકલવામાં આવેલી કોઈ વિનંતી વિશે ખબર નથી.