Site icon Revoi.in

શ્રીલંકાએ 19 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

Social Share

બેંગ્લોરઃ શ્રીલંકાની નેવીએ મંગળવારે અટકાયતમાં લીધેલા 19 ભારતીય માછીમારોને ભારત પરત મોકલી દીધા છે. ભારતીય હાઈ કમિશને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલા આટલા જ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતીય હાઈ કમિશને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે 19 ભારતીય માછીમારોને શ્રીલંકાથી ચેન્નાઈ મોકલી દેવામાં આવ્યા છે. શ્રીલંકાના નૌકાદળે ગયા મહિનાના અંતમાં એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે નૌકાદળે 2024 માં ટાપુ રાષ્ટ્રના જળસીમામાં માછીમારી કરવા માટે 23 ભારતીય બોટ જપ્ત કરી હતી, 178 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમને કાયદાકીય કાર્યવાહી માટે અધિકારીઓને સોંપી હતી.

3 એપ્રિલના રોજ, શ્રીલંકાની નૌકાદળ દ્વારા અટકાયતમાં લેવાયેલા 19 ભારતીય માછીમારોને અહીંના સત્તાવાળાઓ દ્વારા મુક્ત કર્યા પછી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. 38 ભારતીય માછીમારોની મુક્તિ એવા સમયે કરવામાં આવી છે જ્યારે કાચાથીવુ ટાપુ પર વિવાદ વધી ગયો છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે 1974માં શ્રીલંકાને નાના ટાપુને સોંપવા માટે કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવી છે.