Site icon Revoi.in

શ્રીલંકા પ્રવાસઃ ટીમ ઈન્ડિયામાં એક સાથે રેકોર્ડબ્રેક 5 ખેલાડીઓનું વન-ડે ડેબ્યુ

Social Share

 દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન 3 વન-ડે સીરિઝમાં ભારતે બે મેચ જીતીની સીરિઝ પોતાને નામ કરી લીધી છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રમાઈ હતી. ટોસ જીતી ભારતે પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ઈન્ડિયાની આ મેચમાં એક સાથે એક-બે નહીં રેકોર્ડબ્રેક પાંચ ખેલાડીઓ વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે મેચ આર.પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમી રહી છે. અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયા દ્વારા રેકોર્ડબ્રેક 5 બદલાવ કરવામાં આવ્યા છે. એક સાથે પાંચ ખેલાડીઓ આજે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં સ્ટાર બોલર રાહુલ ચહર, ચેતન સાકરીયા, કૃષ્ણપા ગૌતમ અને સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને બીસીસીઆઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. આમ ટીમ ઈન્ડિયામાં ગુજરાતનો વધુ એક ખેલાડી સામેલ થયો છે. ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાને ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ તરફથી રમતા ચેતન સાકરીયાએ બોલીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ ર્ક્યો હતો. જેને લઈ આજે તેઓએ ટીમ ઈન્ડિયા તરફથી રમવાનો મોકો આપવામાં આવ્યો છે. શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વન-ડે સીરિઝ બાદ ત્રણ ટી-20 પણ રમશે. ભારતના વિસ્ફોટ બેસ્ટમેન પ્રથમવાર કપ્તાની સોંપવામાં આવી છે.

(PHOTO-BCCI)

Exit mobile version