Site icon Revoi.in

શ્રીલંકાની નૌસેનાએ દેશના 37 માછીમારોની ધરપકડ કરી, તમિલનાડુ રાજ્યના સીએમ એ ચિંતા વ્યક્ત કરતા વિદેશમંત્રી જયશંકરને પત્ર લખ્યો

Social Share

દિલ્હીઃ ભારતીય માછીમારો દરિયો ખેડતા ખેડતા ભારતની સરહદ ક્યારેક પાર કરી જતા હોય છે આવી સ્થિતિમાં જે તે દેશની સરહદ પર પહોંચી જતા જે તે દેશ તેઓની ઘરપકડ કરી લે છએ ત્યારે શ્રીલંકાએ ભારતના રાજ્ય તામિલનાડુના 37 માછીમારોની ઘરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકાના નૌકાદળે તમિલનાડુના 37 માછીમારોની તેના પ્રાદેશિક જળસીમામાં કથિત રૂપે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી છે અને તેમની પાંચ માછીમારી બોટ પણ જપ્ત કરી હોવાનો એહવાનલ છે છે. મત્સ્ય વિભાગના અધિકારીએ આ મામલે રવિવારે આ માહિતી આપી હતી.

મળતી જાણકારી પ્રમાણે શનિવારની રાત્રે એક ઓપરેશનમાં માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિને શ્રીલંકાની નૌકાદળે 10 રાજ્યની બોટ જપ્ત કરી હતી અને 64 માછીમારોની ધરપકડ કરી હતી.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવ્યો અને વિદેશ મંત્રી એસ. જયશંકરને તમામ માછીમારો અને તેમની ફિશિંગ બોટોને મુક્ત કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરતો પત્ર પણ લખ્યો છે.28 ઓક્ટોબરના રોજ 37 માછીમારોની ધરપકડની ઘટના તરફ વિદેશ મંત્રીનું ધ્યાન દોરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “જેમ તમે જાણો છો, આપણા માછીમારો તેમની આજીવિકા માટે માછીમારી પર નિર્ભર છે અને તેમની સતત ધરપકડથી માછીમારી સમુદાયને ભારે મુશ્કેલી પડી રહી છે. અને તે દુઃખી છે.” સ્ટાલિને રવિવારે જયશંકરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે શ્રીલંકાની નૌકાદળની આવી કાર્યવાહીથી રાજ્યમાં માછીમારી કરનારા સમુદાયો પર દબાણ આવ્યું છે અને તેમના મનમાં ગભરાટ ફેલાયો છે.