Site icon Revoi.in

મણીપુર હિંસા મામલે રાજ્યની સરકાર એક્શનમોડમાં, હવેથી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે ફેક ન્યૂઝ ફેલાવવા દેશદ્રોહ ગણાશે

Social Share

ઈમ્ફાલઃ- મણપીુરમાં મે મહિનાથી હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા ઘાતક બની હતી જેમાં એત્યાર સુધી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે આ સહીત બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાની દેશભરમાં નિંદા કરવામાં આવી હતી ત્યારે હવે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવવા મામલે રાજ્યની સરકાર એક્શન મોડમાં જોવા મળી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મણિપુર સરકારે સોમવારે સ્થાનિક લોકોને અને સંસ્થાઓને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે નકલી સમાચાર, જૂઠાણા, અફવાઓ અથવા ખોટી માહિતી ફેલાવવા અને પ્રકાશિત કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું, જો તેઓ આમ નિષ્ફળ જાય તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેને રાજદ્રોહ તરીકે ગણવામાં આવશે.

આ સમગ્ર મમાલે રાજ્યના મુખ્ય સચિવ વિનીત જોશી દ્વારા આ અંગેની સૂચના જારી કરવામાં આવી છે.એટલા માટે કે આ પ્રકારના ખોટા સમાચારો ફેલાવતા અટકાવી શકાય અને છત્તા પણ જો કોઈ આદેશનું પાલન નહી કરે તો તેના સામે સખ્ત કાર્યવાહીના પણ આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જાતિ હિંસાથી પ્રભાવિત રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. 

આ બાબતને લઈને એક નોટિફિકેશન જારી કરાયું છે જેમાં  કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ ખોટા ઈરાદા સાથે ખોટા સમાચાર, અફવાઓ અથવા તેના જેવા કોઈપણ પ્રચાર ફેલાવતો જોવા મળશે તો તે દેશદ્રોહ હેઠળ આવશે અને તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખોટા સમાચારો અને અફવાઓથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.

ઉલ્લેખનીય છે કે 3 મે ના રોજથી રાજ્યમાં આદિવાસી એકતા માર્ચ બાદ ફાટી નીકળેલી વંશીય હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા છે.સરકાર સતત તેના સામે શાંતિની ્પીલ કરી રહી છે અને એકશન પણ લઈ રહી છે.