Site icon Revoi.in

વાવાઝોડાથી સર્જાનારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ: સીએમ રૂપાણી

Social Share

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને લઈને હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોની મદદ માટે દરિયાકિનારે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી એ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી એ ‘ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં સંભવિત વાવાઝોડાથી એકપણ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા જિલ્લા વહીવટીતંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આગળ ઉમેરતા કહ્યું કે રાજ્યમાં હાલ કોરોનાવાયરસ પણ પ્રસરેલો છે અને વાવાઝોડાના સમયમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ તક્લીફ ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે.