Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા, મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે હળવી પડી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ છે કે રાજ્યમાં હવે જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોનાવાયરસના કેસમાં સાજા થનારા વ્યક્તિઓનો આંકડો સતત વધી રહ્યો છે જે તમામ લોકો માટે સારા સમાચાર છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 95 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9039 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.84 ટકા છે. અત્યાર સુધીમાં 1,47,83,212 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 2460, સુરતમાં 806, વડોદરામાં 1034 રાજકોટમાં 476, જામનગરમાં 362, મહેસાણામાં 234, ભાવનગરમાં 285, જૂનાગઢમાં 433, ગાંધીનગરમાં 216, આણંદમાં 229, અમરેલીમાં 202, સાબરકાંઠામાં 191, મહીસાગરમાં 181, ગીર સોમનાથમાં 176, દાહોદમાં 170, બનાસકાંઠામાં 167, પાટણમાં 157, ખેડામાં 155, કચ્છમાં 153, અરવલ્લીમાં 140, પંચમહાલમાં 136, વલસાડમાં 118, ભરૂચમાં 180 સહિત કુલ 9061 કેસ નોંધાયા છે.