Site icon Revoi.in

વલસાડમાં કરોડો રૂપિયાને ખર્ચે અત્યાધૂનિક બ્રીજ માત્ર દિવસમાં તૈયાર થશેઃ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો

Social Share

અમદાવાદઃ કોઈપણ નિર્ધારિત કામ સમય મર્યાદામાં પુરૂ કરવાની હામ હોય તો સફળતા મળે જ.  દેશમાં  પ્રથમવાર ભારતીય રેલવે  દ્વારા વલસાડમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માત્ર 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પાંચ મહિનાનું કામ રેલવે કન્સ્ટ્રકશનની એજન્સી  દ્વારા માત્ર 20 દિવસમાં પૂર્ણ કરવા રાત દિવસ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે. પરિણામે એક અઠવાડિયામાં અત્યાર સુધી 75  ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી  છે. અને 22 જૂન સુધીમાં આ બ્રિજ તૈયાર કરવાનો રેલવેનો લક્ષ્યાંક છે.

વિશ્વની આધુનિક ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવી હવે ભારતમાં પણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી કન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. વલસાડના રેલવે ઓવરબ્રિજ ખાનગી એજન્સીઓ સાથે મળી માત્ર 20 દિવસમાં જ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રેલવેના  ફ્રેઈડ  કોરિડોરના કામને લઈને રેલવે અને ખાનગી એજન્સીઓ માટે પડકાર હતો. વલસાડથી પસાર થતાં મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે, ધરમપુર, અતુલ,પારડી,વાપી મુંબઇ તરફથી આવતા જતાં ટ્રાફિક માટે વલસાડ ખાતે ત્રિકોણીય ડિઝાઇન આકારનો રેલવે ઓવરબ્રિજ 50 વર્ષ પહેલા નિર્માણ કરાયો હતો.

આ બ્રિજની મધ્યમાં નીચેથી ફ્રેઇટ રેલવે કોરિડોર માટે રેલવે પુલ બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં રેલવે દ્વારા ડીએફસીસીના પ્રોજેકટ હેઠળ નવા રેલવે ટ્રેક નાંખવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તેના માટે હયાત રેલવે ઓવરબ્રિજના ટ્રાફિકને બંધ કરવાની આવશ્યકતા ઉભી થઇ હતી. રેલવેની દરખાસ્ત મંજૂર કરી વલસાડ જિલ્લા કલેક્ટરે 21 જૂન સુધી સુધી આ બ્રિજ અવરજવર માટે બીજી જૂનથી આ પુલને  બંધ કરી ડાયવર્ઝનના નિર્દેશ સાથે જાહેરનામુ બહાર પાડ્યું હતું. વલસાડના રેલવે ઓવરબ્રિજ પરથી ત્રણ દિશામાંથી ટ્રાફિક પસાર થાય છે. જેમાં હાઇવેનું ટ્રાફિક ધરમપુર વાપી અતુલ અને વલસાડ શહેરનો ટ્રાફિક ધમધમે છે. પરંતુ પ્રોજેક્ટ ટીમ દ્વારા નવો ઉકેલ શોધી જે કામમાં પાંચ મહિનાનો સમય જતો હોય એ કામ માત્ર 20 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક બનાવ્યું અને કામ ચાલુ થાયને હજુ માત્ર એક અઠવાડિયાનો સમય પૂરો થયો છે અને અત્યાર સુધી પુલની 75  ટકા જેટલી કામગીરી  પૂર્ણ પણ  કરી દેવાઈ છે.

વલસાડના કલેકટરના જણાવ્યાં પ્રમાણે, રલેવે દ્વારા રેકોર્ડ બ્રેક ટાઈમમાં આ પુલનું કામ કરવા માટે જે હયાત જૂનો બ્રિજ છે. તેની બાજુમાં 25 મીટર દૂર બ્રિજના ઉપરથી પસાર થતા રોડનો 300 સ્કેર મીટરનો ભાગ જેસીબીથી કાપી અને  તેમાં  પ્રિકાસ્ટ હેવી ફ્રેઇમ લોન્ચ કરાઇ છે. આ પ્રિકાસ્ટ બ્રિજ બની ગયા બાદ ફરીથી રોડ બનાવી ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે.