Site icon Revoi.in

લોકડાઉનમાં ઘરે રહીને જરૂરથી કરો સૂર્ય નમસ્કાર, થશે ફાયદો

Social Share

કોરોના કાળની બીજી લહેર અત્યંત જોખમી છે. એવામાં દરેક વ્યક્તિ માટે યોગ્ય અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા સમયે કસરત નિયમિત થવી જોઈએ. આ માટે તમે સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો.

સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનીઓ દ્વારા નિશ્ચિત કરાયેલા ૧૨ આસનોનો સમૂહ છે. જે શરીર,શ્વાસ અને મનને સાથે લાવે છે, તમને ધ્યાનની ગહેરાઈમાં જવામાં સહાય કરતું પગલું છે આ આસનને કરતી વખતે સૂરજની કીરણો સીધી તમારા શરીર પર પડે છે. જેનાથી તમને વિટામિન ડી મળવા ઉપરાંત અનેક બીમારીઓથી પણ બચી શકો છો..

એટલુ જ નહી માત્ર સૂર્ય નમસ્કાર 5 થી 10 મિનિટ સુધી રોજ નિયમ પૂર્વક કરવામાં આવે તો તમને કોઈપણ અન્ય આસનની જરૂર પડતી નથી. કારણ કે આ એકમાત્ર આસન જ શરીરની દરેક જરૂરિયાતને પુર્ણ કરે છે.

ઇમ્યુનિટી વધારવા માટે

સૂર્ય નમસ્કાર સૂર્ય તરફ મોઢું રાખીને કરો.જેનાથી તમને સૂર્યથી ઉર્જા મળે છે. સૂર્ય નમસ્કાર બાળકોને પણ નિયમિત રીતે કરવા જોઈએ. તે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

હાડકાઓને મજબૂત કરે છે

સૂર્ય નમસ્કાર હાડકાઓને મજબૂત બનાવે છે. તે કરોડરજ્જુને મજબૂત બનાવે છે. ખેંચાણથી માંસપેશીઓ પણ સ્વસ્થ રહે છે.

વજન ઓછું કરે છે

સૂર્ય નમસ્કારથી તમે ઝડપથી વજન ઓછુ કરી શકો છો. અને તેને નિયમિત રીતે કરવામાં આવે તો પેટની ચરબી ઓછી થાય છે.

તણાવ ઘટાડે છે

સૂર્ય નમસ્કાર કરવાથી નર્વસ સિસ્ટમ શાંત રહે છે. તે એકાગ્રતા શક્તિ વધારે છે.તેનાથી તણાવમાં ઘટાડો થાય છે.