Site icon Revoi.in

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે શનિવારે અને ધોરણ 10નું 6ઠ્ઠી જૂનને સોમવારે જાહેર થશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આખરે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધો. 10ના પરિણામની તારીખ જાહેર કરી હતી. જેમાં આજે શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું તેમજ આગામી તા. 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ઘણા સમયથી ધો, 12 સામાન્ય પ્રવાહ અને ધો-10ના પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. હવે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને પરિણાની જાહેરાત કરી છે. ધોરણ. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.4થી જુનને શનિવારે તેમજ ધો. 10નું પરિણામ 6ઠ્ઠી જુનના રોજ જાહેર થશે.દરમિયાન  શિક્ષણ વિભાગના અધિકારીના કહેવા મુજબ તાજેતરમાં દેશભરના શિક્ષણ મંત્રીઓની રાષ્ટ્રીય કોન્ફરન્સ  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પુરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગી ગયા છે. અને આજે તા. 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂને ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થશે. ત્યાર બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી  પરીક્ષામાં ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ પરીક્ષાર્થી નોંધાયા હતા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ પરીક્ષાર્થી નોંધાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ઉનાળુ વેકેશન પણ પુર્ણતાના આરે છે તેવામાં પરિણામોની વાલી તથા વિદ્યાર્થીઓ આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે. ગુજરાત બોર્ડના ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી.