Site icon Revoi.in

શેરબજાર- છેલ્લા 9 વર્ષમાં રોકાણકારોને થયો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો

Social Share

મુંબઈ : તે વાતમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં એટલે કે અંદાજે એક દશકમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં શેરબજારમાં જે રીતે તેજી આવી છે તેનાથી મોટાભાગના લોકોને મોટી સંખ્યામાં લોકોને ફાયદો થયો છે. આવામાં જો આંકડા પર નજર નાખવામાં આવે તો મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા 9 વર્ષમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોને 20 લાખ કરોડનો ફાયદો થયો છે.

મોદી સરકારનાં આ 9 વર્ષોમાં BSE સેંસેક્સ 150% વધ્યો છે. અને BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ત્રણ ગણું વધ્યું છે. 2014 મેથી 2023 મે નિફ્ટી-50નો માર્કેટ કેપ 3 ગણો વધીને 28 લાખ કરોડ રૂપિયાનાં લેવલ સુધી પહોંચ્યો છે. જ્યારે સેંસેક્સમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 195 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. 2014થી 2023 દરમિયાન FIIsએ 49.21 અરબ ડૉલરનું રોકાણ ભારતીય શેરમાં કર્યું છે. તો DIIsએ 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

26 મે 2014નાં સેંસેક્સ 24,716.88 પર હતો જ્યારે નિફ્ટી-50 7359.05 પર હતો. આજનાં સમયમાં BSE સેંસેક્સ 62000ની નજીક છે જ્યારે નિફ્ટીની નજર 19000 પર છે. મોદી સરકારનાં કાર્યકાળમાં ઈન્ડિયન ઈકોનોમીનો વાર્ષિક ગ્રોથ રેટ 6-7% રહ્યો છે. બ્રોકરેજ હાઉસ મૉર્ગેન સ્ટેનલીનું માનવું છે કે 2027 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.