Site icon Revoi.in

રાજ્યમાં કડક નિયંત્રણો લંબાવાયા, 36 શહેરમાં તા.12મી મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. રાજ્યમાં લોકડાઉન લાદવુંકે કેમ તે અંગે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યના અમદાવાદ સહિત 29 શહેરો કે જ્યાં હાલ રાત્રિ કરફ્યુ ચાલુ છે, તે તમામ શહેરોમાં 12મી ને સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. જ્યારે વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદ્યો છે. આમ 36 શહેરોમાં આગામી તા. 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા પ્રધાન સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવો, ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત સચિવો પણ જોડાયા હતા. ગાંધીનગર ખાતે મળેલી કોર કમિટીમાં કેમ્દ્રની ગાઈડ લાઈન મુજબ એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા કે, હાલ જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તે મુજબ તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોના પાલનના માટે ઓચિંતું ચેકિંગ કરશે. કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ 36 શહેરોમાં તા.6 મે-2021થી તા. 12 મે-2021 સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની ટેક અવે ફેસિલિટી આપતી સેવાઓ ચાલુ રહેશે.
​​​​​​​​​​​​​​