Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર માટે ગૃહમંત્રાલયના કડક નિર્ણયો કામ કરી ગયા- પ્રદેશમાં પત્થરમારાની ઘટનામાં 88 ટકાનો ઘટાડો

Social Share

 

શ્રીનગરઃ કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અવિરત કામગીરી, ભારે સુરક્ષા દળોની તૈનાતી અને કોવિડ નિયંત્રણો વચ્ચે વર્ષ 2019 થી જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગૃહ મંત્રાલયે હાલમાં જારી કરેલા આંકડાઓ પ્રમાણે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે પથ્થરમારાની ઘટનાઓ વર્ષ 2019 ની સરખામણીમાં 88 ટકા ઘટાડો નોઁધાયો છે. આ સહીત સુરક્ષા દળોના જવાનો અને પતક્થરમારાની ઘટનાઓમાં ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યા પણ 93 ટકાથી ઘટીને 84 ટકા થઈ છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે ગૃહમંત્રાલયના આંકડાઓ દર્શાવે છે કે, વર્ષ 2019 માં જાન્યુઆરીથી લઈને જુલાઈ સુઘીના સમય ગાળામાં પત્થરમારાની ઘટના 618 બની હતી ,તે જ સમયે આ જ સમાનગાળઆ વચ્ચે વર્ષ 2020માં પત્થરમારાની ઘટના ઘટીને 222 પર પહોંચી છે,ત્યારે હવે આ વર્ષ દરમિયાન આ આંકડો માત્ર 76 પર આવી ગયો છે,આ સાથે જ સુરક્ષા દળોના જવાનો ઘાયલ થવાની ઘટના 2019 મા 64 નોંધાઈ હતી ત્યારે આ વર્ષ દરમિયાન માત્ર 10 ઘટના જ નોંઘાઈ છે.પેલેટ ગન અને લાઠીચાર્જમાં ઘાયલ નાગરિકોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો આવ્યો છે. વર્ષ 2019 માં, જ્યાં આ આંકડો 339 હતો, આ વર્ષે તે ઘટીને માત્ર 25 થઈ ગયો છે.

પેલેટ ગન અને લાઠીચાર્જમાં ઘાયલ નાગરિકોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો થયો છે. વર્ષ 2019 માં, જ્યાં આ આંકડો 339 હતો, આ વર્ષે તે ઘટીને માત્ર 25 થઈ ગયો છે.આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવતા લશ્કરી મિશન પણ રંગ લાવી રહ્યું  છે. આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓની ધરપકડમાં વધારો થયો છે. વર્ષ 2019 ના જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે, જ્યાં માત્ર 82 આતંકવાદીઓ પકડાયા હતા, આ વર્ષે અત્યાર સુધીમાં 178 આતંકવાદીઓ પકડાયા છે.