Site icon Revoi.in

આર્થિક પ્રતિબંધો બાદ રશિયાની કરન્સી પર જોરદાર અસર, કાગળ સમાન બનીને રહી જવાની સંભાવના

Social Share

દિલ્હી:યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ કારણોસર રશિયાની કરન્સી પર જોરદાર અસર પણ જોવા મળી રહી છે અને જાણકારો કહી રહ્યા છે કે આવનારા સમયમાં રશિયાની કરન્સી કાગળ સમાન બનીને રહી જવાની પણ સંભાવના છે. રશિયાની અર્થવ્યવસ્થા પર યુદ્ધના પ્રભાવથી રશિયન મુદ્રા, એટલે કે રૂબલમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર અમેરિકી ડૉલર અને ભારતીય રૂપિયાના મુકાબલે રશિયન રૂબલ ગત અઠવાડિયાના મુકાબલે લગભગ 30 ટકા નબળું થયું છે.

યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ રોજે રોજ વધી રહ્યો છે જેના કારણે બંને દેશોની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર પડી રહી છે. 10 દિવસ પહેલાં રશિયાની સેનાએ યુક્રેન બોર્ડર પાર કરી, પશ્ચિમનાં દેશોએ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડીને જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ યુરોપિય સંઘ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને યૂનાઈટેડ કિંગડમે રશિયા પર કડક આર્થિક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

એક રશિયન રુબલ વર્તમાનમાં 0.70 ભારતીય રૂપિયા અથવા 70 પૈસા બરાબર છે.. 2 માર્ચના રોજ રુબલની કિંમત 0.84 રૂપિયા હતી પરંતુ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.. યૂક્રેન સંકટ પહેલાં રશિયન રુબલ અને ભારતીય રૂપિયાનું મૂલ્ય સમાન હતું. આ ઉપરાંત અમેરિકી ડૉલરના મુકાબલે પણ રુબલમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. હાલ એક રુબલ 0.0088 અમેરિકી ડૉલર બરાબર છે, જે તેની અર્થવ્યવસ્થાને ગંભીર રૂપથી પ્રભાવિત કરે છે.