Site icon Revoi.in

ગુજરાત: શિક્ષકોને સાતમા પગાર પંચના આનુષંગિક લાભો આપવા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રજુઆત

Social Share

અમદાવાદઃ રાજય સરકારે વર્ષ 2016થી રાજયના તમામ પ્રાથમિક શિક્ષકોને સાતમા પગાર પંચનો લાભ આપી ગુજરાત પ્રથમ રાજય બન્યું હતું. ત્યારે હવે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સાતમા પગાર પંચ સંદર્ભે આનુષંગિક ભથ્થાની માંગ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર સામે ભૂતકાળમાં અનેક રજૂઆતો પછી માંગ નહીં સ્વીકારવામાં આવતા આંદોલન છેડીને સાતમા પગાર પંચની માંગણી કરવામાં આવી હતી. જે અન્વયે વર્ષ 2016થી રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો ને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો હતો. આ અંગે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, સાતમા પગાર પંચનો લાભ વર્ષ 2016થી શિક્ષકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષકોને સાતમા પગાર પંચ અન્વયે આનુષંગિક ભથ્થા જેવાકે ઘરભાડું, મેડિકલ ભથ્થું સહિત નાં અન્ય લાભો હજી મળતા નથી. આ ઉપરાંત અન્ય રાજયની જેમ સરકારે નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુનઃ કાર્યરત કરવી જોઈએ. તે સિવાય એચ ટાટ એટલે કે મુખ્ય શિક્ષકો ને હવે શૈક્ષણિક સંવર્ગમાં ગણવામાં આવે છે ત્યારે તેમને વેકેશન 17 લાભ સહિતની રજા હોવા બાબતે પણ સ્પષ્ટતા કરવા માટે સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ માગણી કરવામાં આવી છે.