Site icon Revoi.in

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ મોકુફ રાખવા વસાહત મહામંડળની વડાપ્રધાનને રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. જે લોકો કોરોનાના સંક્રમિત બન્યા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા વિદેશથી આવ્યા બાદ કોરોનાનો ભોગ બન્યા છે. એટલે અમદાવાદ અરપોર્ટ પર વિદેશીથી આવતા પ્રવાસીઓને આટીપીસીઆરનો ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આગામી તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. આ સમિટમાં ભાગ લેવા માટે વિદેશથી અનેક મહેમાનો આવવાના છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા યોજાનારા વાઇબ્રન્ટ સમિટ મોકુફ રાખવા માટે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને પત્ર લખીને માંગ કરી છે,

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે આગામી જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઇ રહી છે જેમાં અન્ય વિદેશથી પણ ડેલિગેશનો અને ઉદ્યોગપતિઓ ગુજરાતમાં મૂડી રોકાણના કરાર અને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. જેના કારણે વાઇબ્રન્ટ પછી ગુજરાત અને ગાંધીનગરના નાગરિકો કોરોના વાયરસનો ભોગ બની શકે તેવી દહેશત વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું  હતું કે હાલની સ્થિતિએ પણ ગુજરાતમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ ઉપરાંત નવા વેરિયન્ટ એમીક્રોન નામનો ચેપી વાઇરસ ઝડપથી ફેલાવવાની દહેશત ઊભી થઇ છે. ત્યારે ગુજરાત સરકારે આ બધી બાબતોને ધ્યાને રાખી હાલ વાઇબ્રન્ટ સમિટ 2021 મોકૂફ રાખવી જોઈએ તેવી માંગણી કરી છે.
આ ઉપરાંત ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને ખાસ પત્ર લખવા ઉપરાંત આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ પણ વસાહત મહાસંઘના હોદેદારો રજૂઆત કરશે એટલું જ નહીં રાજ્ય સરકાર શહેર વસાહત મહાસંઘ દ્વારા કરેલી રજૂઆતો અંગે હકારાત્મક નિર્ણય નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી મહાસંઘના હોદ્દેદારોએ ઉચ્ચારી છે.