1. Home
  2. Tag "Vibrant Summit"

કોરોનાને લીધે વાઈબ્રન્ટ સમિટ રદ કરાતા સરકારે ખર્ચેલા 50 કરોડ માથે પડ્યા

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 10મી જાન્યઆરીથી ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો. લકઝરી હોટલોમાં મહેમાનો માટે રૂમના બુકિંગ કરાવી દીધા હતા. મહેમાનો માટે લકઝરી કારનો કાફલો મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો. ગાંધીનગરમાં રાત્રે ડ્રોન લેસર શો માટે પણ ખર્ચ કરીને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પબ્લિસિટીથી લઈને […]

વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખાતા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઊભા કરાયેલા સ્ટોલ ધારકોને મોટું નુકશાન વેઠવું પડશે

ગાંધીનગરઃ પાટનગરમાં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 10મી જાન્યુઆરીથી યોજાવાની હતી, જેને કોરોનાના વધતાં જતાં સંક્રમણનાં પગલે સરકારે અણધારી રીતે આજે અચાનક નિર્ણય કરીને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. વાઈબ્રન્ટ સમિટને મોકુફ રખાતા મહિનાઓથી તૈયારીઓ કરી રહેલા અધિકારીઓ પણ નારાજ બન્યા હતા. વાઈબ્રન્ટને સફળ બનાવવા માટે નાના-મોટા અનેક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા તે ખર્ચ હવે સરકારને […]

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા માટે કોરોના ટેસ્ટ કરાશે, પ્રવેશ દ્વારા ડોમ ઊભા કરાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી ભાગ લેવા આવનારા તમામ માટે આરટીપીસીઆર ટેસ્ટનો રીપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે ત્યારે જો કોઇ આમંત્રિત ટેસ્ટ રીપોર્ટ વિના આવ્યા હોય તો તેમના ટેસ્ટ કરવા માટે મહાત્મા મંદિરના એન્ટ્રી પોઇન્ટ પર […]

વાઈબ્રન્ટ સમિટમાં દેશ- વિદેશના અનેક માંધાતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટ યોજાશે. જેના માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. 10 થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન સુનિશ્ચિત થયેલા વાઈબ્રન્ટના મેગા-ઇવેન્ટને ભાગીદાર દેશો, વ્યવસાયિક નેતાઓ, રાજ્યો અને સરકારોના વડાઓ, ઉદ્યોગો અને વિચારશીલ નેતાઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.10મી  જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર, […]

વાઈબ્રન્ટ સમિટમાં તૈનાત 1200 કર્મચારીઓ તેમજ મંત્રીઓ, સચિવોના RTPCR ટેસ્ટ કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગમી તા. 10મીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.  સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, મહાનુભાવો આવવાના છે. વાઈબ્રન્ટ સમિટને લઈને પાટનગરમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. બીજીબાજુ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ વધારો થતો જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. આથી વાઈબ્રન્ટ સમિટ સામે […]

કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહીં ? સરકાર ટૂંકમાં નિર્ણય લેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનના કેસમાં પણ આંશિક વધારો થયો છે. ત્યારે ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રનેટ સમિટને લઈને સરકાર અવઢવભરી સ્થિતિમાં મુકાઈ છે. વાઈબ્રન્ટ સમિટ યોજવી કે નહીં તે અંગે પીએમઓનું માર્ગદર્સન માંગવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અને તેનો ટૂંક સમયમાં નિર્ણય […]

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન આડેધડ થતાં પાર્કિંગને રોકવા 16 ક્રેઈન ભાડેથી લેવાનો નિર્ણય

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા વાઈબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સમિટવે સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમિટમાં અનેક દેશના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનતા હોય છે. પરિણામે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે. તે ઉપરાંત શહેરમાં પણ ચહલપહલ વધારે હોય છે. ત્યારે […]

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ મોકુફ રાખવા વસાહત મહામંડળની વડાપ્રધાનને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. જે લોકો કોરોનાના સંક્રમિત બન્યા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા વિદેશથી આવ્યા બાદ કોરોનાનો ભોગ બન્યા છે. એટલે અમદાવાદ અરપોર્ટ પર વિદેશીથી આવતા પ્રવાસીઓને આટીપીસીઆરનો ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આગામી […]

ગાંધીનગરમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને ઓમિક્રોનનું ગ્રહણ લાગશે તો નહીં ને?

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનનું પણ ગુજરાતમાં આગમન થઈ જતાં લોકો ભયભીત બની ગયા છે. સરકારે પણ અગમચેતીના પગલાં ભરવાની તાકીદ કરી છે. તેમજ પાટનગર ગાંધીનગર ખાતે  આવતા મહીને યોજાનારી વાઈબ્રન્ટ સમીટ પર ફરી અનિશ્ચિતતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વાઈબ્રન્ટ સમીટ ફીઝીકલ […]

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લીધે રોડના ફુટપાથ પરના લારી-ગલ્લા હટાવવાની ઝૂંબેશ

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. ત્યારે હવે ગાંધીનગર  મ્યુનિ.કોર્પોરેશનના વિસ્તારમાં દબાણ શાખાને વાઈબ્રન્ટ સમિટને લઈને જ રસ્તાઓ પરના દબાણો દુર કરવાનું શુરાતન ચડ્યુ છે. વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક મહેમાનો આવવાના છે. મહેમાનો ગાંધીનગરની છાપ સારી લઈને જાય તે માટે રોડ-રસ્તાઓ સાફ સુથરા, […]