Site icon Revoi.in

શિમલા CPRI ની સફળતા – હવે બટાકામાંથી બનશે જલેબી, જે 8 મહિના સુઘી નહી બગડે

Social Share

શિમલાઃ- આપણા દેશમાં ખોરાક ક્ષેત્રે પણ અવનવી પ્રતગિ થી રહી છે, દરેક પ્રકારની વાનગીઓ વિકસાવવામાં આવી રહી છે તેથી વિષ્ષ વાત એ કે આ વાનગીઓ કેટલાક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે, ત્યારે હવે શિમલા સ્થિતિ સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ બટાકાની સ્વાદિષ્ટ અને ક્રિસ્પી જલેબી બનાવી છે.

આ આપણે પોટેટોમાંથી ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય, કુકીઝ અને પોરીજ જ તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ હવે ગ્રાહકોને ખાવા માટે બટાકાની સ્વાદિષ્ટ અને ક્રિસ્પી જલેબી પણ ઉપલબ્ધ થશે. આ બટાકાની જલેબીનો સ્વાદ આઠ મહિના સુધી બગડશે નહીં અને તેને ખાંડની ચાસણીમાં બોળીને  ખાવાની મજા લઈ શકાશએ.

સીપીઆરઆઈના વૈજ્ઞાનિકોએ દેશમાં થતા બટાકાની કોઈપણ જાતનો ઉપયોગ કરીને જલેબી બનાવવાની રીત શોધી કાઢી છે. બજારમાં મળતી મેંદાની જલેબીને લાંબા સમય સુધી રાખી શકાતી નથી. 24 કલાકની અંદર તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. નહિંતર, જલેબનો સ્વાદ બગડી જાય છે અને તે સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.

ત્યારે હવે આ બટાકાની બનેલી જલેબીમાં આ સમસ્યા નથી હોતી અને તેને આઠ મહિના સુધી સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય છે. આ સાથે જ તેના સ્વાદમાં અને ક્રિસ્પીનેસમાં  કોઈ પ્રપારનો  ફરક જોવા મળ્યો નથી તે તેની શાકિયત પણ કહી શકાય.

સીપીઆરઆઈના વૈજ્ઞાનિકોએ બટાકામાંથી જલેબી બનાવવાની ફોર્મ્યુલાની પેટન્ટ પણ કરાવી છે. એટલે કે બટાકાની જલેબીનું ફોર્મ્યુલા વેચીને સંસ્થા વધારાની કમાણી પણ કરી શકશે. જલેબીના વેચાણ માટે જાણીતી કંપનીઓ સાથે કરાર કરવામાં આવી રહ્યો છે. બટાકાની જલેબી માટે ITC જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે, જેથી તૈયાર જલેબી પીરસી શકાય.

આ જલેબી બનાવવા માટે બટાકાની જલેબી બનાવવામાં છાલની સાથે જ બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે. છાલ ફાયબરથી ભરપૂર હોય છે અને બટેટાનો સ્ટાર્ચ જલેબીમાં ચપળતા ઉમેરે છે.

આ સાથે જ ગ્રાહકોએ ખાંડની ચાસણી તૈયાર કરીને બટાકાની જલેબીનો ઉપયોગ કરવો પડશે. આ કારણોસર, મોટી નામાંકિત કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, જેથી ગ્રાહકોને તૈયાર બટાકાની જલેબીનો ઉપયોગ કરવામાં વધુ સમય ન લાગે. આ જલેબી આઠ મહિના સુધી બગડે નહીં.