Site icon Revoi.in

સમર સ્પેશિયલ હેલ્ધી ગિલ્ટ ફ્રી કેસર પિસ્તા કુલ્ફી રેસીપી

Social Share

રેસીપી, 04 એપ્રિલ 2026: આખા ઉનાળા (summer) માં મન ભરીને તમે કેસર પિસ્તા કુલ્ફીની મજા માણી શકો છો એ પણ વજન વધવાની ચિંતા વગર! સૌથી બેસ્ટ વાત એ છે કે આમાં સુગર, ક્રીમ કે મિલ્ક પાવડરનો જરાય ઉપયોગ કર્યો નથી. હેલ્ધી મખાના અને પિસ્તા સાથે બનેલી આ હેલ્ધી કુલ્ફી તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો.

કેસર પિસ્તા કુલ્ફી બનાવવા માટે ઓછી સામગ્રીની જરૂર પડશે, આ કુલ્ફી ડાયાબિટીસના દર્દીઓ પણ ઈચ્છા મુજબ ખાઈ શકે છે, બાળકોને પણ ભાવશે અને હેલ્થ માટે પણ સારી છે.

કેસર પિસ્તા કુલ્ફી રેસીપી

સામગ્રી

1.5 લીટર ફુલ ફેટ દૂધ

1 કપ મખાના

1/4 કપ પિસ્તા (ફોતરાં કાઢેલા)

8-10 ખજૂર (ઠળિયા કાઢેલા)

10-12 ઈલાયચીનો પાવડર

ચપટી કેસર (થોડા દૂધમાં ઓગાળેલું)

પિસ્તા (ઝીણા સમારેલા, ગાર્નિશ માટે)

ડ્રાયફ્રૂટ્સ

કેસર પિસ્તા કુલ્ફી બનાવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં મખાના, ખજૂર અને પિસ્તા લો.1.5 લીટર દૂધમાં કેસર અને ઈલાયચી પાવડર નાખીને ગરમ કરવા મૂકો. દૂધ ઘટ્ટ થઈને અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો.

ગેસ બંધ કરી આ ગરમ દૂધને મખાના-પિસ્તાના મિશ્રણમાં ઉમેરો. મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સરમાં એકદમ સ્મૂધ બ્લેન્ડ કરી લો.

હવે તેમાં ઝીણા સમારેલા પિસ્તા ઉમેરી, કુલ્ફીના મોલ્ડમાં ભરીને ફ્રીઝરમાં સેટ થવા મૂકો. પીરસતી વખતે મોલ્ડને ગરમ પાણીમાં એક સેકન્ડ ડુબાડી, કુલ્ફી બહાર કાઢો અને ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.

 

Exit mobile version