Site icon Revoi.in

ઉનાળુ વેકેશન પૂર્ણઃ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતની સ્કૂલોમાં આજે ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. તેમજ સ્કૂલો બાળકોની કોલાહલથી ગુંજી ઉઠી હતી. જો કે, બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરાઈ છે. વિદ્યાર્થીઓને કંકુ ચોખાનો તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું છે. કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન શરૂ થયું છે. બીજી તરફ કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં પણ સંક્રમણને લઈને ચિંતિત બન્યાં છે. અમદાવાદમાં એક સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, કોરોનાના 2 વર્ષ દરમિયાન શિક્ષકોએ ઓનલાઇન ભણાવ્યું છે પરંતુ તેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોન્ડિંગ તૂટી ગયું હતું જે આજે સ્કૂલ શરૂ થતાં બંને વચ્ચે ફરીથી જોડાશે.

વડોદરામાં પણ કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે શરૂ થયેલી સ્કૂલો વાલીઓને મૂંઝવણમાં મૂકી રહી છે. જોકે કેટલીક સ્કૂલો દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું છે. સુરતમાં પણ આજથી શરૂ થયેલી સ્કૂલોમાં વાલીઓમાં શિક્ષકોમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાયો છે. સુરતમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની 90 ટકા જેટલી હાજરી જોવા મળી છે. આજે ભૂલકાઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

Exit mobile version