Site icon Revoi.in

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નો જાદુ છવાયો – માત્ર બીજા અઠવાડિયામાં સોથી વઘુ કમાણી કરનારી  ફિલ્મ બની

Social Share

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં સની દેઓલ અમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 રિલીઝ કરવામાં આવી હતી આમ તો આ ફિલ્મ એ એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી હતી જો કે ફિલ્મ એક અઠવાડિયા બાદ 400 કરોડની કલ્બમાં પણ સામેલ થઈ ચૂકી છએ ત્યારે હવે આ ફિલ્મે બીજો એક રેકોર્ડ બનાવ્યો છે.

દિગ્દર્શક અનિલ શર્માની ફિલ્મ ‘ગદર 2’ એ જે રીતે રિલીઝના બીજા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર કમાણી કરી છે આ ફિલ્મ દેશની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની શકે છે. આ ફિલ્મે આ વર્ષે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ કરતાં બીજા સપ્તાહમાં માત્ર વધુ બિઝનેસ નથી કર્યો, પરંતુ બીજા સપ્તાહની કમાણીમાં તેણે આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પાછળ છોડી દીધી છે.
આમિર ખાને બીજી ફિલ્મ ‘પીકે’ અને રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’ને પાછળ છોડી દીધી છે. ફિલ્મ ‘ગદર 2’નું બોક્સ ઓફિસ કલેક્શન તેની રિલીઝના 14માં દિવસે પહેલીવાર 10 કરોડ રૂપિયાથી નીચે આવી ગયું છે.સની દેઓલ, અમિષા પટેલ, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર અને મનીષ વાધવા અભિનીત ગદર 2 એ શરૂઆતના વલણો મુજબ રિલીઝના 14મા દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 8.20 કરોડનું કલેક્શન કર્યું છે.
આ સાથે ફિલ્મે બીજા સપ્તાહમાં 134.70 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. કોઈપણ હિન્દી ફિલ્મ માટે આ સૌથી વધુ બીજા સપ્તાહનું કલેક્શન છે. ફિલ્મે પહેલા સપ્તાહમાં 284.63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘ગદર 2’નું કુલ નેટ કલેક્શન હવે 418.90 કરોડ રૂપિયા છે.