મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી હતી ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો હતો ત્યારે હવે ફિલ્મે વઘુ એક ઈતિહાસ રચ્યો છે માત્ર 11 દિવસમાં ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ થી ચૂકી છે
જો કે હિન્દી સિનેમામાં આ પ્રથમ વખત છે કે બે ફિલ્મોએ એક જ વર્ષમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 400 કરોડનો આંકડો પાર કર્યો. હા, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ બાદ હવે એક્ટર સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ પણ આ એક્સક્લુઝિવ ક્લબમાં આવી ગઈ છે. ફિલ્મ ‘ગદર 2’એ તેની રિલીઝના 12માં દિવસે આ અદ્ભુત પરાક્રમ બતાવ્યું છે. ફિલ્મ ‘પઠાણ’ રિલીઝના 11માં દિવસે 400 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
ફિલ્મ ‘ગદર 2’ના તમામ સ્ટાર્સ માટે મંગળવાર એક સારા સમાચાર છે. તેના 12મા દિવસે એટલે કે 2જા મંગળવારે, ગદર 2 એ સ્થાનિક બોક્સ ઓફિસ પર તેની મજબૂત દોડ ચાલુ રાખી છે અને શરૂઆતના વલણો મુજબ લગભગ રૂ. 11.50 કરોડ એકત્ર કર્યા છે. આ સાથે જ ફિલ્મનું કુલ નેટ કલેક્શન વધીને 400.10 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ ‘ગદર 2’ ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ આંકડો પાર કરનારી બીજી હિન્દી ફિલ્મ છે.
આ ફિલ્મ ગદરનો બીજો ભાગ છે જે 22 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવ્યો છે બે દાયકા બાદ સ્ક્રીન પર વાપસી કરનાર ગદર 2 એ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી છે, ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડ્યા છે આ વર્ષની વઘુ કમાણી ઓછા દિવસમાં કરનારી ફિલ્મ બની છે.
સની દેઓલની ફિલ્મ ગદર 2 દરરોજ નવા રેકોર્ડ તોડીને 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મનું છઠ્ઠા દિવસે ભારતમાં 34.50 કરોડની શાનદાર કમાણી કરી હતી, ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો અને હવે ગદર 2નું 6 દિવસનું કલેક્શન 263.48 કરોડ થઈ ગયું છે એહવે ફિલ્મ 400 કરોડ કમાઈ લીઘા છે.