Site icon Revoi.in

મક્કા અને મદીનામાં ગાઝાનું સમર્થન તથા પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરનારાઓ સામે આકરી કાર્યવાહી

Social Share

રિયાધઃ સાઉદી અરેબિયાએ પોતાના દેશમાં ગાઝાનું સમર્થન અને પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ મામલામાં ઈસ્લામના બે પવિત્ર સ્થાનો મક્કા અને મદીનામાંથી ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. મિડલ ઇસ્ટ આઇના એક અહેવાલ અનુસાર, બ્રિટિશ અભિનેતા અને ટીવી પ્રસ્તુતકર્તા ઇસ્લાહ અબ્દુર-રહેમાનને મક્કાની યાત્રા દરમિયાન પેલેસ્ટિનિયન કેફિયેહ પહેરવા અને પેલેસ્ટિનિયન રંગની તસ્બીહ પહેરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચાર સૈનિકોએ મારા માથાની આસપાસ સફેદ કાફિયા (સ્કાર્ફ) અને મારા કાંડાની આસપાસ પેલેસ્ટિનિયન રંગની તસ્બીહ (માળા) પહેરવા બદલ મને રોક્યો હતો અને તેઓ મને પૂછપરછ માટે બીજી જગ્યાએ લઈ ગયા હતા. ભારત અને અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોમાં મુસ્લિમો ઈઝરાયલની વિરોધમાં અને પેલેસ્ટિનના વિરોધમાં દેખાવો કરી રહ્યાં છે, પરંતુ ઈસ્લામના પવિત્ર સ્થળ મનાતા મક્કા અને મદીનામાં જ સાઉદી અબેરિયાએ પેલેસ્ટિનના સમર્થનમાં દેખાવો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવતા તો દુનિયાના અન્ય દેશોએ પણ પોતાના દેશમાં ઈઝરાયલના વિરોધમાં દેખાવો કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.

અબ્દુર-રહેમાને જણાવ્યું હતું કે સાઉદી સૈનિકોનું મારા સ્કાર્ફ પર ધ્યાન કેન્દ્રીત હતું, કારણ કે, તેઓએ તેની તપાસ કરતી વખતે વારંવાર પેલેસ્ટિનિયન કાફિયાનો ઉલ્લેખ કર્યો હતો. આખરે મુક્ત કરાયો હતો પરંતુ કાફિયા ન પહેરવાની ચેતવણી આપી. “છેવટે, જ્યારે મને જવા દેવામાં આવ્યો, ત્યારે એક કાર્યકર મારી પાસે આવ્યો, મારું કાફિયા ઉપાડ્યું અને કહ્યું, ‘આ સારું નથી, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સારું નથી, તેથી તેને પહેરશો નહીં, તેની મંજૂરી નથી,’ તેમણે જણાવ્યું હતું. કાફિયાને પાછળ છોડતા પહેલા, તેઓએ રીલીઝ ફોર્મ ઉપર સહી કરાવ્યા બાદ મારા ફિંગરપ્રિન્ટ્સ લીધા હતા.

સાઉદી અરેબિયાના કેટલાક નાગરિકોએ સોશિયલ મીડિયા પર અબ્દુર-રહેમાન સામે ફીટકાર વરસાવી હતી. અબ્દુર-રહેમાનનો અનુભવ અલગ નથી, અન્ય ઘણી સમાન ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. થોડા દિવસો પહેલા, સાઉદી અરેબિયામાં પેલેસ્ટિનિયનો માટે પ્રાર્થના કરવા બદલ અલ્જેરિયાના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર, અલ્જેરિયાના નાગરિકની અટકાયત કરવામાં આવી હતી અને છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ગાઝા માટે તેમની પ્રાર્થનાનો વીડિયો કાઢી નાખવા માટે તેમનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષે સાઉદી અરેબિયા પડકારજનક સ્થિતિમાં મૂક્યું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) માટે એક જટિલ પડકાર ઉભો થયો છે. ગાઝામાં વધી રહેલી હિંસા ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા અને સાઉદી અરેબિયાના અર્થતંત્રના વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાના મોહમ્મદ બિન સલમાનના પ્રયાસો માટે નોંધપાત્ર ખતરો છે. ઑક્ટોબર 7માં હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા પાછળ સાઉદી અરેબિયા-ઇઝરાયેલ સંધિને મુખ્ય કારણ માનવામાં આવતું હતું.