Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે ‘તાંત્રિક’ દંપત્તિને આપી ફાંસીની સજા, પાડોશી બાળકની આપી હતી બલિ

Social Share

સુપ્રીમ કોર્ટે બે વર્ષના બાળકની હત્યાના મામલામાં દોષિત દંપત્તિને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપી તાંત્રિક દંપત્તિએ બલિ ચઢાવવા માટે બાળકોની હત્યા કરી દીધી હતી. કિરણબાઈ અને તેના પતિ ઈશ્વરીલાલ યાદવની વિરુદ્ધ આરોપ હતો કે તે બંને તંત્રવાદમાં વિશ્વાસ કરતા હતા. કિરણબાઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા ચાહતી હતી અને તને ગુરુમાતાનો દરજ્જો મળી ચુક્યો હતો.

બલિના ઉદેશ્યથી તેમણે પોતાના પાડોશમાં રહેતા બે વર્ષના બાળકને કિડનેપ કરી લીધો હતો અને ઘરની અંદર જ તેની હત્યા કરી દીધી હતી. પાડોશી બાળકના અપહરણ બાદ હત્યા કરીને ઘરની અંદર જ તેને દફનાવી દેવામાં આવ્યો હતો.

જસ્ટિસ આર. એફ. નરીમન, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ સૂર્યકાંત ત્રણ જજોની ખંડપીઠે તપાસ અનેપુરાવાના આધારે 2:1ની બહુમતીથી ચુકાદો આપ્યો કે નિર્દયતાથી બાળકની હત્યાનો મામલો દુર્લભ છે, આ મામલામાં ફાંસીની સજા સંભળાવી શકાય છે.

જજોની ખંડપીઠે ગુરુવારે હાઈકોર્ટના ચુકાદાની પણ પુષ્ટિ કરી, જેમાં તેમણે એક અન્ય મામલામાં પેરોલ વગર આજીવન કેદની સજા આપી હતી. બલિના ઉદેશ્યથી એક અન્ય મામલામાં તેને 6 વર્ષની બાળકીની હત્યા કરવાનું દોષિત હોવાનું પણ સામે આવ્યું હતું.