Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓ ફગાવી -દિલ્હી હાઈકોર્ટના ચુકાદો માન્ય

Social Share

દિલ્હીઃ- અગ્નિપથ યોજનાના  અયોગ્ય ઠેરવવા મામલે અરજીઓ કરાઈ હતી, જો કે હવે  સુપ્રીમ કોર્ટે પણ આ યોજનાને લીલીઝંડી બતાવી છએ,પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતના સશસ્ત્ર દળોની ભરતી માટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રીમ કોર્ટે અગ્નિપથની કાયદેસરતાને યથાવત રાખતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.આ રીતે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને હવે સુપ્રીમ કોર્ટ તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે.

જો કે, અગ્નિપથ યોજનાની રજૂઆત પહેલા, સુપ્રીમ કોર્ટ એરફોર્સમાં નિમણૂકની રાહ જોઈ રહેલા ઉમેદવારોની અરજી સાંભળવા માટે સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 17 એપ્રિલે સુનાવણી કરશે.મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની ખંડપીઠે જણાવ્યું હતું કે અગ્નિપથ યોજનાની શરૂઆત પહેલાં દળો માટે રેલીઓ, શારીરિક અને તબીબી પરીક્ષણો જેવી ભરતી પ્રક્રિયાઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોની નિમણૂકના નિહિત હિત હોય છે.

હાઈકોર્ટના નિર્ણય સામે ગોપાલ કૃષ્ણ અને એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘માફ કરશો, અમે હાઈકોર્ટના નિર્ણયમાં દખલગીરી કરવા માંગતા નથી. હાઈકોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લીધા હતા.

સુપ્રીમ કોર્ટની બેન્ચે અગ્નિપથ યોજના શરૂ કરતા પહેલા ભારતીય વાયુસેના (IAF) માં ભરતી સંબંધિત ત્રીજી તાજી અરજી 17 એપ્રિલે સાંભળવા સંમતિ આપી છે. ભારતીય વાયુસેનામાં ભરતી સંબંધિત ત્રીજી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. 27 માર્ચે, સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોમાં ભરતી માટેની કેન્દ્રની યોજનાને સમર્થન આપતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરવા સંમત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા 14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત સશસ્ત્ર દળોમાં 17.5 વર્ષથી 21 વર્ષની વયના યુવાનોની ભરતી થવાની હતી. જો કે, આ યોજના સામે આવતાની સાથે જ દેશના ઘણા રાજ્યોમાં ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો. આ પછી કેન્દ્રએ અનેક રાહતોની જાહેરાત કરી હતી