Site icon Revoi.in

સુરતઃ શહેરમાં સમાવાયેલી નગરપાલિકા અને ગ્રામપંચાયતમાં નિયમિત પાણી પહોંચાડાશે

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં નવા સમાવિષ્ઠ ગ્રામપંચાયત અને નગરપાલિકામાં નિયમિત પાણીનો જથ્થો મળી રહે તે દિશામાં મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે તબક્કાવાર 173.52 એમએલડી ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367 એમએલડી ક્ષમતાના 27 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 67.15 કિ.મીની રાઈઝિંગ મેઈન લાઈન તથા કુલ 316.82 કિ.મી.ના ડ્રેનેજ નેટવર્ક માટે ડ્રાફ્ટ બજેટમાં 30.72 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે

સુરત શહેરમાં નવા સમાવિષ્ટ 27 ગ્રામપંચાયત અને બે નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીના નેટવર્ક માટેના ડીપીઆર મોટેભાગે તૈયાર થઈ ગયા છે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે તબક્કાવાર 173.52 એમએલડી ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367 એમએલડી ક્ષમતાના 27 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 67.15 કિ.મીની રાઈઝિંગ મેઈન લાઈન તથા કુલ 316.82 કિ.મી.ના ડ્રેનેજ નેટવર્ક માટે ડ્રાફ્ટ બજેટમાં 30.72 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વિસ્તારો માટે સંપૂર્ણ ડ્રેનેજ નેટવર્ક માટેના પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 900 કરોડથી વધુ થાય છે. નવા વિસ્તારોમાં 382 એમએલડીના 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 400 એમએલડીનો એક ઇન્ટેકવેલ, 1559 લાખ લિટર ક્ષમતાની 15 ઓવરહેડ ટાંકીઓ સહિત વોટર સપ્લાય નેટવર્ક માટે ડ્રાફટબજેટમાં 150 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. વોટર નેટવર્ક સંબંધિત પ્રોજેક્ટોની કુલ કિંમત અંદાજે 326 કરોડ થાય છે. તદ્ઉપરાંત, નવા વિસ્તારોમાં 4 કરોડના ખર્ચે પ્રાથમિક સુવિધા સાથે સંકલિત 21 પ્રકારના નવા વાહનો , 14 ગલ્પર મશીનો ખરીદવાનું આયોજન છે. વર્ષ 2030માં સુરત શહેરની વસ્તી કેટલી હશે અને તેને પાણીની કેટલી જરૂરિયાત ઉભી થશે તેના આધારે મહાનગરપાલિકા દ્વારા સીટી વોટર બેલેન્સ પ્લાન અને સીટી વોટર એક્શન પ્લાનની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મનપા દ્વારા એવો અંદાજ મુકવામાં આવ્યો છે કે સુરતની વસ્તી 2021માં 64.86 લાખની હતી તે 2025માં વધીને 76.90 લાખ અને 2030માં વધીને 95.83 લાખ થવાની સંભાવના છે. આ સંજોગોમાં 2021માં 1400 એમએલડી પાણીની જરૂરિયાત હતી તો 2025માં 1750 અને 2030માં 2050 એમએલડી પાણીની જરૂરિયાત રહેશે.