Site icon Revoi.in

સુરતના ભીમપોર કેન્દ્રમાં કોરોના વિરોધી રસી માટેના ટોકન લોકોએ એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા

Social Share

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે મંગળવારે તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા.  સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે  રીતસરની પડાપડી થઈ ગઈ હતી.  લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન માટે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે વેક્સિનના શું પરિણામ આવ્યું છે તે જોતા લોકોનો વિશ્વાસ પણ તેમાં ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે. પરિણામે લોકો હવે વેક્સિનેશન માટે પડાપડી કરી રહ્યા છે. સુરતના ભીમપોરની એક શાળામાં વેક્સિનેશન માટેનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ કેટલી મોટી અવ્યવસ્થા ઊભી થઈ હતા. વેક્સિનેશન માટે સુરત શહેરમાં પડાપડી થતી જોવા મળી રહી છે. લોકોને હવે વેક્સિન લેવી છે પરંતુ જે રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ યુવાનો અને વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ 1લી મેથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત થતાની સાથે જ લોકોને વેક્સિનનો સ્ટોકને લઈને શંકા ઊભી થઈ છે. સતત શહેરભરમાં ચર્ચા થઈ રહી છે કે વેક્સિન ખૂબ ઓછી હોવાથી વેક્સિનેશનનો કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. વેક્સિન લેનારા લોકોને કોરોના સંક્રમણનું જોખમ ખૂબ ઓછા પ્રમાણમાં રહેલું છે. જેને કારણે હવે લોકો પોતાની સુરક્ષા માટે ઝડપથી વેક્સિન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરના  ભીમપોર વિસ્તારમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોકન વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવી જરૂરી હતી. પરંતુ જે રીતે લોકો એકાએક ટોકન લેવા માટે ધસી જતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.જો આ ટોળામાંથી કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો શું પરિસ્થિતિ ઊભી થઇ શકે તેની આપણે ગંભીરતા સમજી શકીએ છીએ.