Site icon Revoi.in

PM મોદીના ગુજરાત પ્રવાસમાં સુરતનો ‘જુનિયર મોદી’ ઋષિ આકર્ષણનો કેન્દ્ર બન્યો

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આ બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વિકાસના કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમમાં ધો-1માં અભ્યાસ કરતો ઋષિ પુરોહિત આકર્ષણનો કેન્દ્ર રહ્યો હતો. પીએમના વેશભુષામાં આવેલો બાળક જુનિયર મોદી તરીકે જાણીતો બન્યો છે.

પાંચ વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત ધો-1માં અભ્યાસ કરે છે. ઋષિએ જે રીતે શાળામાં બાળકોને A ફોર એપલ શીખવવામાં આવે છે તે રીતે તે ABCD ના તમામ મૂળાક્ષરોને નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અમલી બનેલી તમામ યોજના, પ્રોજેક્ટ્સ, નવતર આયામોને A થી Z સાથે જોડીને કડકડાટ બોલી શકે છે. A ફોર અટલ પેન્શન યોજના, B ફોર બેટી બચાઓ, બેટી પઢાઓ, C ફોર કરપ્શન ફ્રી ઈન્ડિયા, D ફોર ડિજીટલ ઈન્ડિયા, S ફોર સ્વચ્છ ભારત અભિયાન, U ફોર ઉજ્જવલા યોજના, J ફોર જનધન યોજના N ફોર NPS-નેશનલ પેન્શન યોજના, M ફોર મેક ઈન ઈન્ડિયા એમ અંગ્રેજીના તમામ મૂળાક્ષરો સાથે જોડીને કંઠસ્થ કરી લીધા છે. આટલી નાની ઉંમરે ઋષિ ગજબની યાદશક્તિ ધરાવે છે. એટલું જ નહીં, તે વડાપ્રધાનશ્રીની ઘણા ભાષણો પણ યાદ કર્યા છે, અને મોદીજીની આગવી અદામાં પણ બોલી શકે છે. મુળ રાજસ્થાનના વતની ઋષિનો પરિવાર સુરત શહેરના પર્વત પાટીયા ખાતે રહે છે. ઋષિના પિતા મહેન્દ્રભાઈ પુરોહિત ઈલેક્ટ્રિક વ્યવસાય સાથે સંકળાયેલા છે. નરેન્દ્રભાઈ મોદીથી પ્રેરણા મેળવીને તે મોટો થઈ વડાપ્રધાન બનવા માંગે છે.