Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીને લીધે સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી, રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યાં

Social Share

સુરત: લોસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. કરોડો રૂપિયાનું નાણું બજારમાં ઠલવાતું હોવાથી બજારોમાં તેજી પણ જોવા મળતી હોય છે. હાલ રાજકીય પક્ષો દ્વારા પાર્ટીના ધ્વજ, ખેસ, ટોપી તેમજ ગરીબ લોકોને વહેંચવા માટે સાડીઓનો સુરતની મિલોને મોટો ઓર્ડર મળ્યો હોવાથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે,

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ સુરતના કપડાં બજારમાં તેજી જોવા મળી રહી છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા  ટોપી અને ખેંસ બેનર્સ, ધ્વજ તેમજ સાડીઓ સહિતની ડિમાન્ડ નીકળતા રૂપિયા 1200 કરોડના વેપારની આશા સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય પક્ષોના કેરલા, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ટોપી,ખેંસ,સાડીની ભારે ડિમાન્ડ નીકળી છે. જેના કારણે કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓને એક નવી આશા જાગી છે. દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર માટે ચૂંટણી સાહિત્યના ઓર્ડરો પણ વેપારીઓને આપવામાં આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓ માં એક નવી આશા જાગી છે. આ અંગે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના અધ્યક્ષ કૈલાશ હકીમના કહેવા મુજબ  જે પ્રકારે વેપારીઓને અલગ અલગ રાજ્યમાંથી ઓર્ડરો મળી રહ્યા છે તેને જોતા વેપારીઓમાં ખૂબ જ ખુશી વ્યાપી ગઈ છે. લોકસભાની ચૂંટણીના પગલે ઓર્ડરમાં પણ વધારો થાય તેવા સંકેત વેપારીઓને દેખાઈ રહ્યા છે.

એશિયાની સૌથી મોટા ગણાતા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા હતા. પરંતુ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે કાપડ વેપારીઓને એક નવી આશાનું કિરણ દેખાયું છે. રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ રાજ્યોમાંથી ડિમાન્ડ નીકળતા વેપારીઓને મોટી રાહત મળી છે. સુરતના ટેક્સટાઇલ વેપારીઓને અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વેપાર મળે તેઓ આશાવાદ વેપારી અગ્રણીઓએ વ્યક્ત કરી રહ્યા છે. આ વખતે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ પક્ષોની ટોપી ખેસ તેમજ સાડીઓની મોટી ડિમાન્ડ નીકળી છે. કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી એક પક્ષની ટોપી ખેસ અને સાડીઓના સારા ઓર્ડર પ્રાપ્ત થયા છે. જેમાં હાલ પાંચ લાખ ટોપી અને પાંચ લાખ ખેંસના ઓર્ડર મળ્યા છે. જે ઓર્ડર પુરા કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સો રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધીની સાડીઓની પણ ભારે માંગ છે. જે સાડીનો ઓર્ડર પણ પૂરો કરવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે.