Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગના 537 દુકાનદારો લડતના માર્ગે, સપ્ટેમ્બરનો પુરવઠો નહીં ઉપાડે

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને કમીશન સહિત વિવિધ પ્રશ્ને પડતી મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ આવ્યું નથી.તેથી સસ્તા અનાજની દુકાનદારો હવે લડાયક મૂડમાં છે. અને જો માગણીઓ નહીં સ્વીકારાય તો સપ્ટેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડવાનો નિર્ણય જિલ્લાના 537 દુકાનદારે જાહેર કરી દીધો છે. સપ્ટેમ્બરમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવે છે ત્યારે 10.43 લાખ લાભાર્થીને અનાજનો જથ્થો ન મળે તેવી સ્થિતિ સર્જાવાના એંધાણ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 537થી વધુ રેશનકાર્ડની દુકાનોમાંથી 2,43,333 રેશનકાર્ડના 10,43,686 લાભાર્થીને દર મહિનાનું રાશન વિતરણ કરવામાં આવતું હોય છે. રેશનિંગના દુકાનદારોને ઘણા સમયથી ઓછું કમિશન, માલ પૂરતો ન આવતો હોવાથી, થમ્બ ઇમ્પ્રેશન, ઓનલાઇન સબમીશન સહિતના પ્રશ્ને તકલીફ થતી હતી. જેની કલેક્ટરથી લઇ રાજ્યકક્ષાએ રજૂઆતો થઇ હતી. પરંતુ સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્ને સરકારી તંત્ર ઉદાસિન રહેતા આખરે રેશનિંગના દુકાનદારોએ સરકાર સામે લડતનો નિર્ધાર કર્યો છે. રાજ્યના રેશનિંગના દુકાનદારોની બેઠક યોજાઇ હતી. જેમાં માગ ન સ્વીકારાય તો સપ્ટેબર માસનો પુરવઠો ન લેવા જણાવાયું હતું. આ અંગે જિલ્લા સસ્તા અનાજ દુકાનદાર એસોસિયેશનના પ્રમુખ નારાયણ ચાવડાએ જણાવ્યું કે દુકાનદારોને 20000 પોષણક્ષમ કમિશન અને 1 ટકા વિતરણ ઘટ સહિત પ્રશ્ને રજૂઆત કરાઇ પણ માગ હજુ માગ સ્વીકારાઇ નથી. આથી રાજ્યની સાથે જિલ્લાના 537 દુકાનદારો પણ સપ્ટેમ્બરનો જથ્થો નહી સ્વીકારે તેવો નિર્ણય લેવાયો છે. 1 કાર્ડ દીઠ વિતરણના 36,49,995 કિલો ઘઉં, 48,66,660 કિલો ચોખા, 2,43,333 કિલો તુવેરદાળ સહિતનો જથ્થો જથ્થો ઉપાડાશે નહીં.

સસ્તા અનાજ દુકાનદાર એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, કમિશનની રકમમાંથી ખર્ચ, દુકાનભાડુ, લાઇટબીલ, નેટ, સ્ટેશનરી ખર્ચ બાદ કરતા દુકાનદાર પાસે કાંઇ બચતુ નથી આથી 20,000 પોષણક્ષમ કમીશન આપવા, 2012થી કોમ્પ્યુટરાઇઝેશન બાદ ઓનલાઇન વિતરણ કરતા 2018 સુધી ઘટ દુકાનદારોને મજરે મળતી જે બંધ કરાઇ હતી જેની સામે વિતરણ ઘટ એક ટકો બંધ થતા દુકાનદારોને અનાજની ઘટ પડે તે દુર કરવા, જે દુકાનદારો હૈયાત છે પોતે દુકાન સંચાલન નથી કરી શકતા તેમને વારસાઇના નિયમોમાં આંશીક છુટ આપી વારસાઇ મંજુર કરવા, જ્યારે ઓનલાઇન વિતરણ વ્યવસ્થા થઇ હોવા છતા દુકાનદારોને બીનજરૂરી રેકર્ડ બાબતે પરેશાન કરાય છે, તેમાંથી મુક્તી, હાલમાં દુકાનદારોને આપવાના જથ્થાની સાયકલ 45 દિવસની છે તે 30 દિવસની કરવા, જ્યારે બાકી રહેતુ કમિશન ચુકવવા સહિતના પ્રશ્નો છે. (FILE PHOTO)