Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં મદ્રેસાઓનો સર્વે –  7,000થી વધુ મદ્રેસાઓનું સંચાલન ગેર માન્ય

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી સરકાર આતંક સામે સતત કડક કાર્વાહી કરી રહી છે ત્યારે મદ્રેસાની આડમાં ચાલતા આતંકી પ્રવૃત્તિઓ સામે પણ યોગી સરકાર એક્શન મોડમાં છએ છેલ્લા ઘણા સમયથી ગેર માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓની તપાસ કરવાના આદેશ આપવામાં આવવ્યા છએ ત્યારે જાણકારી પ્રમાણે યુપીમાં 7 હજાર 500થી વધુ મદ્રેસાઓ એવા છે કે જેણે માન્યતા મેળવી નથી.

રાજ્યભરમાં કરાયેલા સર્વેમાં લગભગ 7500 અજાણી મદરેસાઓની ઓળખ કરવામાં આવી છે. યુપી મદરેસા એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ઈફ્તિખાર અહેમદ જાવેદે માહિતી આપી હતી કે તમામ જિલ્લાઓમાં મદરેસાઓના સર્વેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. 15મી નવેમ્બર સુધીમાં સર્વેનો રિપોર્ટ જિલ્લા મેજીસ્ટ્રેટ મારફત સરકાર કક્ષાએ મોકલવામાં આવશે.

ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ઈફ્તિખાર અહેમદ જાવેદે વિતેલા દિવસને ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યવ્યાપી સર્વેક્ષણમાં જણાવાયું છે કે રાજ્યમાં 7189 માન્યતા વિના ચાલી રહ્યા છે. આ મદરેસાઓમાંથી 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમણે કહ્યું કે આ મદરેસાઓમાં લગભગ 3000 શિક્ષકો અને અન્ય સ્ટાફ છે.

આ સહીત ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડપ્રમાણે, રાજ્યમાં લગભગ 16,513 માન્ય મદરેસા છે. તેમાંથી 560 ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી અનુદાન મેળવી રહ્યા છે. માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં 20 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં અજાણ્યા મદરેસાઓને ઓળખવા અને તેમના ભંડોળ, આવકના સ્ત્રોતો, તેમને ચલાવતી સંસ્થાઓ અને તેમના અભ્યાસક્રમ વિશે વિગતો એકત્રિત કરવા માટે સર્વેક્ષણ 10 સપ્ટેમ્બરે શરૂ થયું હતું.હવે સર્વેના પરિણામોનું 15 નવેમ્બર સુધીમાં વિશ્લેષણ કરવામાં આવશે. “આ 7189 મદરેસાઓને વહેલી તકે માન્યતા આપવાનો પ્રાયસ કરાશે  લગભગ 16 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવામા આવશે.